27 વર્ષમાં પ્રવેશ નિમીત્તે અલ્કા મલ્ટી સ્પેશીયાલીટી હોસ્ટપીટલ ખેરાલુમાં ડાયાલીસીસ સેન્ટર,પથરીના ઓપરેશનો, આયુષ્યમાન ભારતમાં યોજાનાના લાભાર્થીને વિના મુલ્યે સારવારનો આરંભ થયો હતો.
આ પણ વાંચો – 7 કરોડના ખર્ચે બનેલ પુલ 2 વર્ષમાં જ “હાલ પડુ કે કાલ પડુ” ની પરીસ્થીતીમાં એજન્સીને બ્લેકલીસ્ટની માંગ : બેચરાજી
તારીખ 25/12/2020 ના રોજ હર્ષદભાઈ વૈધ દ્વારા અલકા મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પીટલ ખેરાલુમાં 27 માં વર્ષમાં પ્રવેશ નિમીત્તે ડાયાલીશીસ સેન્ટર, પથરીના ઓપરેશનનો આરંભ કરવામાં આવ્યો હતો. ખેરાલુ તાલુકાના ધારાસભ્ય અજમલજી ઠાકોર, ખેરાલુ તાલુકા હેલ્થ ઓફિસર ડો. હરેશભાઈ પટેલ, ખેરાલુ નગરપાલીકા પ્રમુખ હેમંતભાઈ શુક્લ, તથા અન્ય શુભેચ્છકો અને દર્દીઓની ઉપસ્થિતીમાં રીબીન કાપી પ્રાંરભ કરાયો હતો. ટેક્નોલોજીના ડાયાલીસીશ મશીનો પથરીના ઓપરેશનના મશીનો તથા એના વિષે સમજુતી અને આયુષમાન ભારતમાં યોજનાના લાભાર્થીઓને વિના મુલ્યે સારવાર વિષે માહીતી આપવામાં આવી હતી.