થરાદ ની આનંદ કૃપા સોસાયટીમાં ગાયો માટે આયુર્વેદિક સારવાર કરવામાં આવી.

શેર કરવા અહીં ક્લિક કરો.

— થરાદ વાવ તાલુકાના કેટલાય યુવાનો આયુર્વેદિક ઉપચાર કરી ગૌ માતાને સાહારો આપે છે :

ગરવી તાકાત થરાદ : થરાદ ની આનંદ કૃપા સોસાયટીમાં  યુવક મંડળ દ્વારા ગાયો માટે આયુર્વેદિક લાડુ બનાવી ખવડાવવામાં આવ્યા. લમ્પી વાયરસ થી બચવા આયુર્વેદિક દવા સાથેના લાડુ બનાવી ગામમાં રખડતી ગાયોને લાડુ ખવડાવવામાં આવ્યા હતા વાયરસથી ગાયોને રોગચાળો ફાટી રહ્યો છે
ત્યારે ગામના યુવાનો અને ગૌ પ્રેમીઓ દ્વારા ગોળ, હળદર, મરી,ઘઉં,બાજરી અને આયુર્વેદિક દવા નો ઉપયોગ કરી લાડુ બનાવી સેવા યજ્ઞ કર્યો. સોસાયટીના  યુવા હાર્દિકભાઈ ચેતનભાઇ જનકભાઈ રાહુલભાઈ હેત ભાઈ ધ્રુવ ભાઈ દ્વારા  ફાળો ઉઘરાવી તાબડતોબ માલ સામાન લાવી આ સેવા યજ્ઞમા પોતાનું યોગદાન આપ્યું.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.