ગરવી તાકાત ગાંધીનગર : ગાંધીનગર શહેરના ઘ 6 સર્કલ પાસે અદાવતમાં આધેડ ઉપર હુમલો કરવામાં આવ્યો. પૂર્વ મામલતદાર વિરમ દેસાઇ સામે એસીબીમાં ફરિયાદ કરવાની અદાવત રાખતા 1 વર્ષ પછી આધેડ ઉપર હુમલો કરવામા આવ્યો હતો. ચાલુ ગાડી રોકાવીને આધેડને બહાર કાઢવામાં આવ્યા અને તેમની કારના કાચ તોડીને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો. આ બનાવને લઇને 10 લોકો સામે સેક્ટર 21 પોલીસ મથકમા ફરિયાદ કરવામા આવતા પોલીસે કાર્યવાહી કરી.
પ્રવિણભાઇ શાકાભાઇ દેસાઇ (રહે,સેક્ટર 4બી,) તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, હુ જમીન દલાલીનો ધંધો કરુ છુ. જ્યારે ગાંધીનગરમા મામલતદાર તરીકે નિવૃત થયેલા વિરમ દેસાઇ સામે એસીબીમા ફરિયાદો કરી હતી. જેની અદાવત રાખીને મારી ઉપર હુમલો કરાયો હતો.
મારી કાર લઇને સેક્ટર 21 એમએલએ ક્વોટર્સ તરફથી નિકળીને સેક્ટર 28 બગીચા તરફ જઇ રહ્યો હતો. તે સમયે ઘ 6 પાસે 2 ફોર વ્હીલ કાર આવી હતી અને મારી કારને રોકાવી . જેમા મારા પરિચિત નથ્થુભાઇ લીલાભાઇ દેસાઇ (રહે, હિંમતનગર) અને તેમની સાથે 9 જેટલા લોકો ગાડીઓમાંથી નીચે ઉતર્યા હતા. જેથી મારી કારને સેન્ટ્રલ લોક કરી દીધુ હતુ. પરિણામે કારમા આવેલા લોકોએ મારી ગાડીના કાચ ઉપર હુમલો કરી મને બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મારી ઉપર ધોકાથી હુમલો કર્યો હતો અને ગડદાપાટુનો માર માર્યો હતો