મહેસાણા એલસીબીએ કડીના ઉંટવા ગામે લીમડાના ઝાડ નીચે બેસી પત્તા ચીપતાં 4 જુગારીને 69,500ની રોકડ રકમ સાથે દબોચી લીધા
બાવલું પોલીસે કડી તાલુકાના ખાવડ ગામે ભેંસોના તબેલામાં બેસી જુગારમાં મશગૂલ પાંચ જુગારીને 30,400ની રોકડ રકમ સાથે ઝડપી લીધા
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તથા બાવલું પોલીસે 9 જુગારીને 99,900ની રોકડ સાથે ઝડપી લીધા
Sohan Thakor – મહેસાણા તા. 03 – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કડી તાલુકાના ઉંટવા ગામે લીમડાના ઝાડ નીચે જુગારના પાના ચીપવામાં મશગૂલ થયેલા 4 જુગારીઓને રોકડ રકમ 69.590 રુપિયા સાથે ઝડપી પાડ્યાં હતા. તો બાવલું પોલીસ મથકની ટીમે કડી તાલુકાના ખાવડ ગામે ગંજી પાનાનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોને રોકડ રકમ 30.400 રુપિયા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે જુગારના બીજા કિસ્સામાં કડી તાલુકાના બાવલું પોલીસ મથકના પીએસઆઇ પોતાની ટીમ સાથે પોલીસ બાવલું પંથકમાં પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, કડી તાલુકાના ખાવડ ગામે ઇન્દીરાનગર પરામાં સુખદેવસિંહ નામનો શખ્સો ભેંસોનો તબેલામાં જુગારના શોખીનોને આમંત્રિત કરી ગંજી પાનાનો હારજીતનો જુગાર રમી રમાડી રહ્યો છે. જે બાતમીના આધારે બાવલુ પોલીસ ટીમ ખાવડ ગામે તબેલામાં પહોંચી રેઇડ કરતાં જુગાર રમતાં પાંચ જુગારી પોલીસના હાથે ઝડપાયાં હતા. જેમાં સુખદેવસિંહ વિહોલ, અજય ઠાકોર, કિશન ઠાકોર, ભીખાજી ઠાકોર, કાળુભાઈ ઓળને ઝડપી પાડી પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા 30,400નો રોકડ રકમ સાથે ઝડપી જુગાર ધારા એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.


