પડતર પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો તબક્કાવાર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
પાલનપુર ખાતે એસટી કામદારોના ત્રણ યુનિયન દ્વારા પડતર પ્રશ્નોને લઈ સરકાર સામે આંદોલન શરૂ કરવામા આવ્યું છે જેના સમર્થનમાં પાલનપુર ખાતે એસટી કામદારોએ સુત્રોચાર કરી સરકાર સમક્ષ વિરોધ દર્શાવ્યો હતો અને તેમની માંગો સંતોષવામાં નહિ આવે તો તબકકાવાર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચો – પાલનપુર સહિત બનાસકાંઠાના 612 જેટલા તલાટીઓએ પડતર પ્રશ્નો મુદ્દે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી
ગુજરાત સ્ટેટ ટાન્સપોર્ટ વર્ક્સ ફેડરેશન, રાજ્ય એસટી કર્મચારી મહાસંઘ અને એસટી મજદૂર સંધ આ ત્રણેય એસટી કામદારોના યુનિયનો દ્વારા એસટી કામદારોના પ્રશ્નો માટે સરકાર સામે લડત ચલાવવામાં આવી રહી છે તેમ છતાં સરકાર દ્વારા એસટી કામદારો ના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ન આવતા એસટી કામદારોના ત્રણેય યુનિયને તબક્કાવાર આંદોલન શરૂ કર્યું હોય પાલનપુર એસટી વર્ક શોપ સામે એસટી કામદારો એ સુત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. તેમની માંગો પુરી કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં કાળી પટ્ટી ધારણ કરાશે અને 7 ઓક્ટોબરની મધ્યરાત્રી થી સામુહિક માસ સીએલ પર ઉતરી જવામાં આવશે તેમ છતાં સરકાર તેમના પડતર પ્રશ્નો નું નિરાકરણ લાવવામાં નહિ આવે તો અચોક્કસ મુદત ની હડતાલ પર ઉતરી જવાની ચીમકી આપવામાં આવી હતી.