ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જગન્નાથ ધામ દ્વારા અષાઢી બીજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ સતત બીજું વર્ષ જ્યારે આ રથયાત્રા યોજાઈ રહી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા રથયાત્રાનો પ્રારંભ ગોકુલનગર રેલવે ફાટક પાસેથી થયો જગન્નાથ ધામ, રામનગર, ખેડ તસિયારોડ ખાતેથી ગુરુવારે સવારે.

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને વાજતે ગાજતે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા પૂજન-અર્ચન અને આરતી બાદ પહિન્દ વિધિ સંપન્ન થઈ પહિન્દ વિધિ બાદ ‘જય જગન્નાથ’ના નાદ સાથે રથ નગરચર્યાએ નીકળ્યો ભગવાનના ભક્તો, જેમાં યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય તેમણે માનવ સાંકળ બનાવી રથને ખેંચી ધન્યતા અનુભવી આ રથયાત્રામાં ડીજે સાથે 6 બગી, ચાર ઊંટલારી અને ચાર ટ્રેક્ટર જોડાયા.

ભજન મંડળીઓ ઉપરાંત વિવિધ ભગવાનના સ્વરૂપો ધારણ કરીને ભક્તો બગીઓમાં બિરાજમાન થયા જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રથયાત્રા ગોકુલનગર રેલવે ફાટકથી શરૂ થઈ રિલાયન્સ મોલ, બેરણારોડ, શ્રીનગર સોસાયટી, મંગલમ સ્ટ્રીટ, હરિઓમ સોસાયટી, ગણપતિ મંદિર, ભૂમિપૂજા રોડ, શ્રદ્ધાપાર્ક, ગાયત્રી મંદિર રોડ મુખ્ય માર્ગ, મહાવીરનગર ત્રણ રસ્તા, અહિંસા સર્કલ થઈને પરત ગોકુલનગર રેલવે ફાટક પાસે પૂર્ણ થશે.


