પાટણમાં મહિલા દિવસે શહેરની આશા વર્કર મહિલાઓએ વિરોધ નોંધાવ્યો

March 8, 2022

ગરવી તાકાત પાટણ : પાટણ કલેક્ટર કચેરી ખાતે વિશ્વ મહિલા દિવસે જિલ્લા અને શહેરની આશા વર્કર મહિલાઓએ માથે કાળી પટ્ટી ધારણ કરી કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

મંગળવારે વિશ્વ મહિલા દિવસે પાટણ જિલ્લા અને શહેરની આશા વર્કર અને આશા ફેસીલીટેટર બહેની ક્લેક્ટર કચેરી ખાતે પહોંચી જઈ માથે કાળી પટ્ટી ધારણ કરીને શૌષણ પ્રતિકાર દિવસ તરીકે ઉજવીને ગુજરાત સરકારની શોષણ ભરી નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

— કલેક્ટર કચેરી માં સૂત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી આવેદનપત્ર આપ્યું

આશા વર્કર ધર્મીષ્ટાબેને જણાવ્યું હતું કે, આશા વર્કસનો કોઈ ટાઈમ ફિક્સ નથી,માન સન્માન નહીં, આરોગ્ય માટે આશાઓ બંધાયેલી ગમે ત્યારે અહીંયાથી અહીંયા દોડ દોડ કરે પણ કોઈ સન્માન નહીં. મહિલા દિવસના દિવસે જ સન્માન ન થતું હોય તો આશા વર્કર રાખવાનું કાઈ કામજ નથી. ફિક્સ પગાર કરો, ટાઈમ ફિક્સ કરો, અમને લઘુતમ વેતન આપો.

તસવિર અને આહેવાલ : પરમાર ભુરાભાઈ — સરસ્વતી પાટણ

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0