ગરવી તાકાત સિદ્ધપુર : સોમવારે સિદ્ધપુર મામલતદાર કચેરી ખાતે સિધ્ધપુર તાલુકાની આશાવર્કર બહેનો દ્વારા કોવિડના કપરા સમય દરમ્યાન કરેલ ડ્યુટી માટે જોખમ ભથ્થું આપવામાં આવે, વેતન નિયમિત રીતે ચૂકવવામાં આવે, ૪૫માં isc ની સિફારિશ મુજબ નિયમિત કરવામાં આવે, લઘુત્તમ વેતન આપવામાં આવે,
તેમજ સામાજિક સુરક્ષા અને નિવૃત્તિ સમયે પેન્શન આપવામાં આવે, આવી સમગ્ર ગુજરાતની આશા વર્કર બહેનો ની માગણી અનુસંધાને સમગ્ર ગુજરાતની આશાવર્કર બહેનો નું યુનિયન ગુજરાત આશા અને હેલ્થ વર્કર્સ યુનિયન citયુ સંચાલિત યુનિયનની
સિધ્ધપુર તાલુકાની આશાવર્કર બહેનો દ્વારા સિધ્ધપુર મામલતદાર કચેરીમાં સિધ્ધપુર મામલતદારને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્દેશી લખેલ આવેદનપત્ર સોંપી માંગણીઓ સંતોષવા આગળ ઘટતું કરવા અરજ કરી હતી આ પ્રસંગે સમગ્ર સિધ્ધપુર તાલુકાની આશાવર્કર બહેનો સંગઠિત થઈ ઉપસ્થિત રહી હતી
તસવિર અને અહેવાલ : ધ્રુવભાઈ દવે – સિદ્ધપુર