ગુજરાત ભાજપમાં પાટીલના વધતાં જતાં રુતબાથી અંદરો અંદર ટાંટિયા ખેંચ સ્પર્ધા થકી સોફ્ટ ટાર્ગેટ 

August 5, 2023

ગુજરાત ભાજપમાં રેકોર્ડબ્રેક 156 સીટો પર વિજેતા બન્યા બાદ પાટીલના વધતા કદ સામે રાજકીય દુશ્મનો પણ વધી રહ્યાં છે

ભાજપનું હાઈકમાન્ડ હાલમાં લોકસભાની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે સંગઠનના માળખામાં મચેલી હલચલથી દિલ્હીમાં પણ નારાજગી છે

ગરવી તાકાત, ગાંધીનગર તા. 05- ગુજરાત ભાજપમાં રેકોર્ડબ્રેક 156 સીટો પર વિજેતા બન્યા બાદ પાટીલના વધતા કદ સામે રાજકીય દુશ્મનો પણ વધી રહ્યાં છે. ગુજરાતમાંથી પાટીલ હટી રહ્યાં હોવાના સમાચાર અનેકવાર વહેતા થયા છે. રાજ્યમાં સત્તાના પાવર 3 જૂથોમાં વહેંચાયાલા છે. એમાં પાટીલ જૂથનો દબદબો સરકાર અને સંગઠનમાં હોવાથી આ જૂથના નેતાઓ સોફ્ટ ટાર્ગેટ બની રહ્યાં છે. ભાજપનું હાઈકમાન્ડ હાલમાં લોકસભાની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે સંગઠનના માળખામાં મચેલી હલચલથી દિલ્હીમાં પણ નારાજગી છે.

ભાજપમાં વિરોધી જૂથના નેતાઓની અશિસ્તની ફરિયાદો હવે દિલ્હી દરબાર સુધી પહોંચી છે. આગામી સમયમાં લોકસભાની 26માંથી 26 સીટો જીતવાના લક્ષ્યાંક સાથે પાટીલ જૂથ કામગીરી કરી રહ્યું છે પણ એમના વિરોધીએ લોકસભા પહેલાં સત્તાનો સ્વાદ ચાખવા માટે મરણિયા બન્યા છે.

તાજેતરની ઘટનાઓ સાબિત કરે છે કે ભાજપમાં નેતાઓ અને કાર્યકરો વચ્ચે ટાંટિયા ખેંચ વધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ  સીઆર પાટીલ તેમજ તેમના નજીકના નેતાઓને ટાર્ગેટ કરાઈ રહ્યાં છે. પાટીલને સીધા નિશાન બનાવતી એક પત્રિકા વાયરલ થયા બાદ આ મામલે 2 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જેમાં ભાજપના જ નેતાઓ સંડોવાયેલા છે. દક્ષિણ ગુજરાતમાં સત્તાની ચાવી માત્ર પાટીલના હાથમાં હોવાથી અત્યારસુધી ભાજપમાં દબદબો ધરાવનાર રઘવાયા બન્યા છે. જેઓએ પેનડ્રાઈવ અને પત્રિકા યુદ્ધ શરૂ કરી પાટીલને ભ્રષ્ટાચારી સાબિત કરી મોટા ગજાના નેતાઓ સુધી આ પત્રિકા પહોંચાડવાનો પ્રયાસ કરતાં ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળી જગજાહેર થઈ ચૂકી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0