કોરોનાના કેસ ધીમી ધારે આગળ વધતાં સાવચેત રહેવાની જરુર છે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

April 7, 2023

કોરોના મહામારીના કેસમાં વધારો થતાં 10-11મીએ રાજ્યની કોરોના હોસ્પિટલમાં મોકડ્રીલ કરાશે

કેન્દ્રની વર્ચ્યુઅલ બેઠક બાદ આરોગ્યમંત્રીએ લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. 

ગત અઠવાડિયા કરતાં આ અઠવાડિયામાં કેસમાં ઘટાડો જોવા મળ્યો છે

ગરવી તાકાત, ગાંધીનગર તા. 07-   ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે લોકોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ હાલ કોઈ સિરીયસ લઈ રહ્યું નથી. બીજી બાજુ કોરોના વાયરસના કેસ વધતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. કેન્દ્રની વર્ચ્યુઅલ બેઠક બાદ આરોગ્યમંત્રીએ લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. 

કોરોના વાયરસ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં 2141 કોરોનાના એક્ટિવ કેસ છે. આ તમામ કોરોના કેસ HBB 1.6 સબ વેરિયન્ટના જોવા મળી રહ્યા છે. બીજી બાજુ 10-11મીએ રાજ્યની કોરોના હોસ્પિટલમાં મોકડ્રીલ કરાશે અને રાજ્યમાં કોરોનાના કેસ વધશે તો પણ આરોગ્ય વિભાગ કેટલું તૈયાર છે તેની ખાતરી કરાશે. આ સિવાય હોસ્પિટલોમાં ઓક્સિજન, વેન્ટીલેટર, દવાનો જથ્થોની માહિતી મેળવવા માટે આવશે. ગત અઠવાડિયા કરતાં આ અઠવાડિયામાં કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ તેમ છતાં સરકાર કોઈ બાંધછોડ કરવા માંગતી નથી.

તેમણે ઉમેર્યું હતું કે, ભારત દુનિયામાં કોરોના બાબતે સતર્ક છે. ગુજરાતમાં અત્યારે XBB1.6 વેરિઅન્ટનો સબવેરિએન્ટ છે, તે અત્યારે ઘાતક દેખાતો નથી. પરંતુ  XBB1.6નો ફેલાવો વધારે છે. કો મોર્બીડ દર્દી અને સિનિયર સિટિઝનઓ પર વિશેષ ધ્યાન આપવું તેવી મહત્વની સૂચના કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા દ્વારા આપવામાં આવી છે. આ સિવાય તેમણે જણાવ્યું કે, ઉંમરલાયક વ્યક્તિઓમાં જો કોરોનાના લક્ષણો જણાય તો કોરોના ટેસ્ટ કરાવી તાત્કાલિક સારવાર શરૂ કરાવી દેવી જોઈએ.

મહત્વનું છે કે, રાજ્યમાં કોરોના કેસ વધતાં વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યું છે. પરંતુ હાલ ગુજરાતના મોટા ભાગના રાજ્યો પાસે વેક્સીનનો પુરતો જથ્થો નથી, જેથી કેન્દ્ર પાસે વેક્સીનની માગણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી ટૂંક સમયમાં વેક્સીન પણ મળી જશે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0