૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટ કેસમાં દલીલ પૂર્ણ :પહેલી ફેબુ્રઆરીએ ચુકાદો

January 22, 2022

— અમદાવાદમાં ૨૦ વિસ્ફોટમાં ૫૮ લોકોના મોત થયા હતાં

— ૭૭ આરોપીઓ સામે ૧૪ વર્ષે સુનાવણી પૂર્ણ : ચાર્જશીટમાં કુલ ૫૧ લાખ પાનાં વપરાયા, ૩.૪૭ લાખ પાનાંમાં ફર્ધર સ્ટેટમેન્ટ લેવાયા

અમદાવાદમાં વર્ષ ૨૦૦૮માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસની સ્પેશિયલ ટ્રાયલ કોર્ટમાં તમામ પક્ષોની દલીલ પૂર્ણ થઇ છે અને કેસનો ચુકાદો પહેલી ફેબુ્રઆરીના રોજ સંભળાવવામાં આવશે. આ કેસમાં ૭૭ આરોપીઓ સામે ૧૪ વર્ષે સુનાવણી પૂર્ણ થઇ છે અને આરોપીઓ પૈકીના એક અયાઝ સૈયદે તાજના સાક્ષી તરીકે જુબાની આપી છે. ગત ૧૪ વર્ષમાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ ૧૧૬૩ સાક્ષીઓને જુબાની લેવામાં આ વી છે અને ૧૨૩૭ સાક્ષીઓને પડતા મૂકવામાં આવ્યા છે. પહેલી ફેબુ્રઆરીએ સ્પેશિયલ સેશન્સ જજ એ.આર. પટેલ આ કેસમાં ચુકાદો આપશે.

અમદાવાદમાં ૨૬મી જુલાઇના રોજ જુદી-જુદી જગ્યો થયેલા ૨૦ બ્લાસ્ટમાં ૫૮ વ્યક્તિના મૃત્યુ થયા હતા અને આશરે ૨૫૦ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તપાસનીશ એજન્સીઓ દ્વારા કુલ ૫૨૧ ચાર્જશીટ કરાઇ છે અને દરેક ચાર્જશીટમાં આશરે ૯૮૦૦ પાનાં છે, તેથી ચાર્જશીટમા આશરે ૫૧ લાખ પાનાં વપરાયા છે. ઉપરાંત દરેક આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ આશરે  ૪૭૦૦ પાનાં છે, તેથી ફર્ધર સ્ટેટમેન્ટમાં આશરે ૩,૪૭,૦૦૦ પાનાં વાપરવામાં આવ્યા છે. કેસની ટ્રાયલ દરમિયાન આ કેસમાં ૧૧૬૩ સાક્ષીઓએ જુબાની આપી છે અને ૧૨૩૭ સાક્ષીઓને પડતા મૂકવામાં આવ્યા છે. જુબાની લેવાની પ્રક્રિયા ખાસ સરકારી વકીલ એચ.એમ. ધુ્રવ, મિતેષ અમીન, સુધીર બ્રહ્મભટ્ટ અને અમિત પટેલ દ્વારા લેવામાં આવી હતી.

મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ સામે હવે કેસ ઓપન થશે

ઉલ્લેખનીય છે કે આ કેસનો મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ દિલ્હીની જેલમાં અન્ય કેસમાં બંધ છે અને જુહાપુરાનો તૌફીક અબ્દુલ સુભાન કેરળના કોચિનની જેલમાં બંધ છે અને તેમની સામે હજુ કેસ ઓપન થયો નથી. આ બન્ને સામે કેસ ઓપન કરવા અને કાર્યવાહી શરૃ કરવા તપાસ એજન્સીઓએ સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી છે. જે અંગે કોર્ટ આગામી દિવસોમાં નિર્ણય આપશે. ઉપરાંત આ કેસમાં આઠ આરોપીઓ હજુ પણ વોન્ટેડ છે

(ન્યુઝ એજન્સી)

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0