ગણપત યુનિવર્સિટીની યશકલગીમાં વધુ એક સોનેરી પીંછું ઉમેરાયું 32માં ઈલેટસ વર્લ્ડ એજ્યુકેશન સમિટ એવોર્ડ્સનું મળ્યું વિશેષ સન્માન

May 28, 2025

મહેસાણા : સમગ્ર એશિયા અને મિડલ ઈસ્ટના દેશોની સુપ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા દર વર્ષે વિવિધ  સ્થળોએ ધી ઇલેટ્સ (The Elets) વર્લ્ડ એજ્યુકેશન સમિટનું આયોજન થાય છે જેમાં વિવિધ કેટેગરીમાં અલગ અલગ યુનિવર્સિટીને એવોર્ડઝ એનાયત કરી વિશેષ સન્માન આપવામાં આવે છે. તાજેતરમાં દુબઈ ખાતે મળેલા આવા સમિટમાં ગણપત યુનિવર્સિટીને પણ આ એવોર્ડ પ્રાપ્ત થયો જે યુનિવર્સિટીની શૈક્ષણિક શ્રેષ્ઠતાનું જ નહીં પરંતુ તેની અને પરિવર્તનની ક્ષમતાનું પણ પ્રમાણ અને મોટું પ્રેરકબળ બની રહ્યું છે અલગ અલગ યુનિવર્સિટીને આ એવોર્ડ તેની શૈક્ષણિક વિશેષતા સિદ્ધિને અનુરૂપ શ્રેણીમાં એનાયત થાય છે ગણપત યુનિવર્સિટીને આનંદ અને ગૌરવ છે કે તેની  વિશ્વ કક્ષાએ ઉભરી રહેવાની ગતિ અને ક્ષમતાને લક્ષમાં રાખી આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ફોટાનું કોઈ વર્ણન ઉપલબ્ધ નથી.

“ઇમર્જિંગ યુનિવર્સિટી ગ્લોબલી” તરીકે ઇન્ટરનેશનલ લેવલે ગ્લોબલ લેવલે જેનું શૈક્ષણિક સ્તર ઉભરી રહ્યું છે એવી યુનિવર્સિટી તરીકે જ્યારે ગણપત યુનિવર્સીટીને એવોર્ડ એનાયત થયો છે ત્યારે તે શૈક્ષિક શ્રેષ્ઠતા ઉપર ઉપરાંત તેના દ્વારા પ્રોત્સાહન પામતા અભ્યાસ-સંશોધનો એઆઇ માહિતી નવી નવી અસ્તિત્વમાં આવતી ફ્યુચર ટેકનોલોજીના અભ્યાસમાં વિનિયોગ, કેમ્પસમાં આવેલા વિવિધ સેન્ટર ફોર એક્સેલન્સ, યુનિવર્સિટીનો વિવિધ ઇન્ડસ્ટ્રી સાથેનો સંબંધો અભ્યાસક્રમોમાં પરસ્પરનો સહયોગ યુનિવર્સીટી દ્વારા થતું ઉત્તમ પ્લેસમેન્ટ સહિત અનેક શ્રેષ્ઠતમ શૈક્ષણિક બાબતોનો સમાવેશ થાય છે.

ગણપત યુનિવર્સિટીના આઈબીએમ, સાસ, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, ટીસીએસ, એપોલો સહિત અને ઉદ્યોગ સાથેના સહયોગ યુનિવર્સિટીની એક વિશિષ્ટ સિદ્ધિ તો છે.  તો “સ્ટુડન્ટ ફર્સ્ટ -કેરેક્ટર મસ્ટ”સિદ્ધાંતને અનુસરીને કરાતું વિદ્યાર્થીઓનું ચારિત્ર ઘડતર પણ એક એવું પરિબળ છે જે અન્ય યુનિવર્સિટીઓથી ગણપત યુનિવર્સિટીને એક ડગલું આગળ રાખે છે અહીં વિદ્યાર્થીઓ 108 કરતા વધુ અભ્યાસક્રમો દ્વારા અત્યાધુનિક જ્ઞાન મેળવે છે. 18000 કરતાં વધુ વધારે વિદ્યાર્થીઓ ૮૦૦ થી વધારે અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી સાથે વાઇબ્રન્ટ બની રહેતું 300 એકરનું કેમ્પસ, 50,000 જેટલા વૃક્ષોથી આચ્છાદિત અને હરિયાળું છે એટલું જ નહીં અહીં પૂરતી વાહન સુવિધા, બેંકો, ગણપત વિદ્યાનગરની પોતાની પોસ્ટ ઓફિસથી પણ કેમ્પસ સજજ છે

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0