ગરવી તાકાત સુઇગામ : સરહદી સુઇગામ તાલુકા ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં વાવ ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોરે પોતાની ગ્રાન્ટ માંથી 13 લાખ 50 પચાસ હજાર રૂપિયા ની ગ્રાન્ટ ફાળવીને સુઇગામ આરોગ્ય કેન્દ્ર ને એમ્બ્યુલન્સ ભેટ આપી અર્પણ આજરોજ કરવામાં આવતા સુઇગામ તાલુકાની જનતા માટે રીબીન કાપીને અર્પણ કરવામાં આવી હતી ત્યારે સુઇગામ તાલુકાની જનતા માં ખુશીઓ જોવા મળી હતી સાથે ગેનીબેન ઠાકોરે પોતાના પ્રવચન માં જણાવ્યું હતું
કે સુઇગામ તાલુકાની જનતા ને ડિલિવરી પ્રસંગે કોઈ અધિટ ઘટના ઘટે ત્યારે આ એમ્બ્યુલન્સ આપણા લોકોને તરત કાલી સેવા મળી રહે તે માટે ગ્રાન્ટ ફાળવીને મારા લોકોને સેવા માટે એમ્બ્યુલન્સ ફાળવી છે ત્યારે સૌ લોકો લાભ લેવા વિનંતી કરી હતી આ પ્રસંગે વાવ ના ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર સિનિયર એડવોકેટ કે.પી ગઢવી સુઇગામ તાલુકા T.H.O ઠાકોર સાહેબ પૂર્વ સરપંચ રામસેગભાઇ રાજપૂત ડૉ જનકભાઇ રાજપૂત ધનજીભાઇ રાજપૂત પૂર્વ ડેલીકેટ માનસુગજી ઠાકોર સહિત કોંગ્રેસ કાર્યકરો અગણવાડી કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રયા હતા.
તસવિર અને અહેવાલ : નવીન ચૌધરી – સુઇગામ