આંજણા ચૌધરી સમાજનું સૌ પ્રથમ વખત માણસા તાલુકાા સોલૈયા ગામે વિશ્વ મહાસંમેલન યોજાશે

December 20, 2022

– વિશ્વભરમાંથી મહાસંમેલનમાં આવનાર એન.આર.આઇ સમાજના આગેવાનોનો સન્માન સમારોહ યોજાશે

– આ વિશ્વ મહાસંમેલન સમાજની એકતા અખંડિતતા અને એકજૂથના દર્શન થતાં જાેવા મળશે.

(ગરવી તાકાત) મહેસાણા – આંજણા ચૌધરી સમાજનું સૌ પ્રથમ વખત માણસા તાલુકાા સોલૈયા ગામે વિશ્વ મહાસંમેલન યોજાવવા જઇ રહ્યું છે. જેમાં વિશ્વભરમાં વસતાં આંજણા ચૌધરી સમાજના તમામને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ મહાંસમેલનમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડશે. સોલૈયાના વતની એનઆરઆઇ રમણભાઇ ચૌધરીના યજમાનપદે યોજાઇ રહેલા આ મહાસંમેલનમાો શુભારંભ સાતમી જાન્યુઆરીના રોજ ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હસ્તે કરવામાં આવશે.

સાતમી જાન્યુઆરી શનિવારે બપોરે ર કલાકે થી પ કલાકે યોજાનાર કાર્યક્રમમાં એનઆરઆઇનું સન્માન કરવામાં આવશે. મહંત અને સમાજ સુધારક દયારામજી મહારાજ આર્શિવચન આપશે. જ્યારે આઠમી જાન્યુઆરી મહાંમેસનલ યોજાશે. જાે કે આ વિશ્વ મહાસંમેલન સુઆયોજિત આયોજન માટે મળેલી બેઠકમાં દૂધ સાગર ડેરીને ચેરમેન અશોકભાઇ ચૌધરી, અમૂલ ફેડરેશનના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલભાઇ ચૌધરી, આંજણા મહાસભાના સંરક્ષક હરીભાઇ ચૌધરી, દૂધસાગર ડેરીના ડિરેકટર કનુભાઇ દગાવાડીયા, અંબાજી ચૌધરી વિશ્રાતિગૃહના પ્રમુખ જેસંગભાઇ પામોલ, અમેરિકા આંજણા એસોસીએશનના પ્રમુખ સંગીતાબેન કિરણભાઇ ચૌધરી, બાલવાના એનઆઅરઆઇ મૂળજીભાઇ ચૌધરી, દશરથભાઇ કેનેડા, પી.કે.મેવડ સહિતના તમામ ગોળના પ્રમુખ મંત્રીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. 
આંજણા ચૌધરી સમાજનું સૌ પ્રથમ વખત માણસા તાલુકાના સોલૈયા ગામ ખાતે વિશ્વ મહાસંમેલન યોજાવવા માટે જઇ રહ્યું છે. જેમાં સમગ્ર વિશ્વમાં વસતાં આંજણા ચૌધરી સમાજના તમામને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ વિશ્વ મહા સંમેલનમાં વિવિધ ગોળ, ઝલા બછાણાં અને પરગણામાંથી પણ અનેક સમાજના લોકો ઉપસ્થિત રહેનાર છે. જ્યારે મહાસંમેલનમાં આંજણા ચૌધરી, આંજણા પટેલ, આંજણા દેસાઇ તમામ સમાજના ગોળમાં આંજણા સમાજની એકજૂથતાં અને મજબૂત સમાજની સંગઠન શક્તિનો પરચો જાેવા મળશે. તાજેતરમાં આંજણા ચૌધરી સમાજના અર્બુદા સેનાનું મહાસંમેલન માણસા તાલુકાના ચરાડા ગામે યોજવામાં આવ્યું હતું જેમાં પણ લાખોની મેદનીમાં આંજણા ચૌધરી સમાજની શક્તિનો પરચમ જાેવા મળ્યોં હતો. ત્યારે સોલૈયા ગામે આગામી ૮મી જાન્યુઆરીના રોજ યોજાવા જઇ રહેલા આ વિશ્વ મહાસંમેલન સમાજની એકતા અખંડિતતા અને એકજૂથના દર્શન થતાં જાેવા મળશે.

આ આંજણા ચૌધરી સમાજના વિશ્વ મહાસંમેલન સોલૈયાના વતની અને એનઆરઆઇ રમણભાઇ ચૌધરીના યજમાન પદે યોજાવા જઇ રહ્યું છે. ત્યારે સમગ્ર વિશ્વમાંથી ઉમટી પડનાર ચૌધરી સમાજના આ મહાંસમેલનની અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે. સમાજના આગેવાનો, સંગઠનો, શૈક્ષણિક સંસ્થાના આગેવાનો, એનઆરઆઇ સહિતના અનેક અગ્રણીઓની રાહબરી અને માર્ગદર્શન મુજબ આ મહાસંમેલનની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સમાજના સ્વંયસેવકો રાત દિવસ એક કરી તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. આંજણા ચૌધરી સમાજના વિશ્વ મહાસંમેલનમાં સમાજના લોકોની ઉપસ્થિત અને ઉમટી પડનાર જનમેદાનીને ધ્યાનમાં લેતાં ૨૦૦ વીઘા જમીનને સમથળ કરી દેવામાં આવી છે. જ્યાં તમામ સમાજ એક તાંતણાના દોરે બંધાયેલો જાેવા મળશે જેને લઇને વાહનોનો પાર્કિગ વ્યવસ્થા, ચા, પાણી, નાસ્તા સહિત ભોજનની વ્યવસ્થા માટે પણ એક આગતરા આયોજન હેઠળ રણનિતી ઘડવામાં આવી છે. તો બીજી તરફ માત્ર આંજણા ચૌધરી સમાજના વિશ્વ મહાસંમેલનમાં તમામ સમાજના નાનાથી લઇ તમામ મોટા સમાજના વડીલોને નિમંત્રણ માટે બે હજાર લોકો માત્ર આમંત્રણ પત્રિકા લખવામાં પણ ઓછા પડી રહ્યા છે તે જાેતાં અહીં આગામી ૮મી જાન્યુઆરીના રોજ આંજણા ચૌધરી સમાજની શક્તિ સંગઠન અને એકતાથી સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ જશે.

આંજણા ચૌધરી સમાજનું સૌ પ્રથમ વિશ્વ મહાસંમેલન આગામી ૮મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ યોજાનાર છે. આ મહાસંમેલનમાં સમગ્ર વિશ્વમાં વસતા આંજણા ચૌધરી-પટેલ-દેસાઇ, સમાજના લોકો લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ મહાસંમેલનમાં આમંત્રણ પત્રિકાઓ લખવા માટે રવિવારે બે હજારથી વધુ આગેવાનો વિવિધ ગોળ, ઝલા, બછાણાં અને પરગણાંમાથી ઉપસ્થિત રહ્યા હતા. ભારતમાં વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં વસતા આંજણા સમાજના ગામ દીઠ પત્રિકાઓ લખવામાં આવી છે. આ મહા સંમલેન્માં માટે સોલૈયા, સમૌ, ચરાડા, અને અમરપુરાના સીમાડાની ૨૦૦ વીઘા જમીનને સમથળ કરવામાં આવી છે. સભા સ્થળે ર લાખ ચો ફૂટથી મોટો સભાખંડ બંધાઇ રહ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0