પાટણ જિલ્લાની આંગણવાડી બહેનોએ એકત્રિત થઈ સરકાર સામે વિરોધ કર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાની આંગણવાડી કાર્યકર અને તેડા ઘરની બહેનો દ્વારા વેતન અથવા વર્ગ 3 કે 4 માં સમાવેશ કરી તમામ સરકારી લાભો આપવામાં આવે તેવી માંગ સાથે એકત્ર થઈ સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન બાદ કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું.  પાટણ સહિત જિલ્લાની આંગણવાડી અને તેડાઘર બહેનો કામથી અળગા રહી 1 દિવસીય હડતાલ ઉપર ઉતર્યા હતા.

પાટણ આનંદ સરોવર ખાતે આંગણવાડી કર્મચારી સભા ગુજરાતના નેજા હેઠળ શહેર અને જિલ્લામાં આંગણવાડી અને તીડા ઘરમાં ફરજ બજાવતા બહેનો મોટી સંખ્યામાં એકત્ર થયા. લાંબા સમયથી બહેનો દ્વારા સમાન કામ સમાન વેતનની માંગ સાથે લઘુતમ વેતન દર આપવામાં આવે અથવા સરકારી કર્મચરી વર્ગ 3 કે 4 માં બહેનોને સમાવેશ કરવામાં આવે અને તમામ સરકારી લાભો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હોવા છતાં સરકાર દ્વારા આજદિન સુધી માંગ સંતોષવામાં ના આવતા આક્રમક સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.