— મહેસાણા શહેરના ટીબી રોડ નજીક અકસ્માત :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના ટીબી રોડ નજીકથી પસાર થતાં રેલવે ટ્રેક પર મંગળવાર સવારે મહેસાણા- વિરમગામ લોકલ ટ્રેનની અડફેટે આવેલા યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે રેલવે પોલીસે પીએમ સહિતની કાર્યવાહી બાદ અકસ્માતે મોત નોંધી મૃતકના પરિવારની શોધખોળ હાથ ધરી છે.
રેલવે સ્ટેશનથી મંગળવાર સવારે ઉપડેલી મહેસાણા-વિરમગામ લોકલ ટ્રેન ટીબી રોડ વિસ્તારના ટ્રેક પરથી પસાર થઇ રહી હતી. એક અજાણ્યો યુવક ટ્રેનની અડફેટે આવી જતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું.
ઘટના સ્થળે મહેસાણા રેલવે પોલીસ દોડી આવી તપાસ કરતાં મૃતક યુવક 45 વર્ષની આસપાસ હોવાની સાથે બ્રાઉન કલરનો શર્ટ અને બ્લેક કલરનું પેન્ટ પહેર્યું હતું. મૃતક પાસેથી કોઇ આધાર-પુરાવા મળ્યા ન હતા. રેલવે પોલીસે પીએમ કાર્યવાહી બાદ અકસ્માતે મોતની નોંધ કરી ઓળખના પ્રયાસો કર્યા છે


