સાંકળચંદ પટેલ યુનિમાં અમેરિકામાં અભ્યાસની તકો વિશે ઓનલાઈન સેમીનાર યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના MBA પ્રોગ્રામ દ્વારા લિંકન યુનિવર્સિટી, કેલિફોર્નિયામાં અભ્યાસ માટે વિવિધ તકો માટે જરૂરી માહિતી પૂરી પાડતા ઓનલાઈન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં એક્સપર્ટ તરીકે લિંકન યુનિવર્સિટીના ઉદય ઘોષ, પ્રેસિડેન્ટ, એડવાઇઝર ઇન્ટરનેશનલ બિઝનેસ ડેવલપમેન્ટ હાજર રહ્યા હતા.

આ સેમિનારમાં MBA અને IMBA પ્રોગ્રામના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકાની કેલિફોર્નિયાની લિંકન યુનિવર્સિટી સાથે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીએ ગયા વર્ષે MOU કર્યો હતો જેના અંતર્ગત સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના MBA પ્રોગ્રામના વિદ્યાર્થીઓ IELTS/TOEFLની પરીક્ષા આપ્યા વિના લિંકન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકે છે. આ સેમિનારમાં અમેરિકામાં અભ્યાસની તકો તથા વિવિધ લાભ વિશે વિદ્યાર્થીઓને અવગત કરાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો જેવા કે કોર્સની માહિતી, તેમની ફી, ભણ્યા બાદ કામ કરવાની તકો, ભણતર સાથે કામ કરવાની તકો અને એડમિશની પ્રક્રિયા વિશે ઉદય ઘોષે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી.

આ સેમીનારના આયોજન બદલ સાંકળચંદ પટેલ યુનીવર્સીટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલનું વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. પ્રોવોસ્ટ ડૉ. ડી. જે. શાહે અમેરિકામાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓનો રસ્તો સરળ અને દ્રઢ કરી શકે વિશિષ્ટ કાર્યોનું આલેખન કર્યું હતું. ડીન ઓફ ફેકેલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ડૉ. જે કે શર્માએ વિદ્યાર્થીઓને દેશ બહાર જઈને દેશને મદદ રૂપ થવાની ભૂમિકા વિષે વિદ્યાર્થીઓનું ધ્યાન દોર્યું હતું.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.