પોલીસ-ટ્રેનિગ એકેડેમીમાં ઘોડેશ્વારી શિખવા આવેલી ઈન્દોરની રૂપસુંદરીએ 4 IPS ને પાણી પાણી કરી દીધા

December 20, 2022

ગુજરાતના ચાર યંગ આઇપીએસ સાથે દોસ્તી કરી કરોડો રુપિયા ખંખેરી લીધા 

ગરવી તાકાત, ગાંધીનગર- તાજેતરમાં કરાઈ પોલીસ-ટ્રેનિગ એકેડેમીમાં ઘોડેશ્વારી શિખવા આવેલી ઈન્દોરની એક સ્વરૂપવાન અને ભેજાબાજ યુવતિએ ગુજરાતનાં ચાર યંગ આઈ.પી.એસ. અધિકારીઓને દોસ્તીમાં ફસાવી અને કરોડો રૂપિયા ખંખેરી લીધાનું બહાર આવી રહ્યું છે. 

કહેવાય છે કે, ઈન્દોરની આ સ્વરૂપવાન યુવતિએ છ-આઈ.પી.એસ.સાથે દોસ્તી કરી અને ચાર અધિકારીને ફસાવ્યા હતા ચેટીંગ અને સેલ્ફીથી શરૂ થયેલી દોસ્તીએ જોત-જોતામાં મર્યાદાઓ ઓળંગી દિધી હતી. દરમ્યાન આ યુવતિની ‘હનિટ્રેપ’માં ફસાયેલા ગુજરાતનાં એક પરીણિત આઈ.પી.એસ.ઓફીસરે રૂ।. 1કરોડ પણ ચૂકવ્યા હતાં. સ્વરુપવાન યુવતીની હની ટ્રેપમાં ફસાયેલા કોઈ આઈપીએસ અધિકારી ફરિયાદ કરવા આગળ નથી આવ્યા. સૂત્રોનું માનીએ તો યુવતી પાસે પોતાના પ્રાઈવેટ ફોટો હોવાથી ખુદ અધિકારીઓ જ ફરિયાદ કરતા ડરી રહ્યા છે.

આ મામલા પર ચાલતી ચર્ચાઓ મુજબ યુવતીની જાળમાં સપડાયેલા છમાંથી બે આઈપીએસ દાળમાં કંઈક કાળું હોવાની શંકાએ તેમાંથી નીકળી ગયા હતા. આ યુવતીએ તમામ અધિકારીઓને સોશિયલ મીડિયા પર પણ ફ્રેન્ડ બનાવ્યા હતા. જે બે અધિકારીઓ તેની જાળમાં સપડાવાથી બચી ગયા હતા તેમણે સિનિયર્સનું આ મામલે ધ્યાન દોર્યું હતું.

ત્યારબાદ તેની અંદરખાને તપાસ શરુ કરાઈ હતી અને છ મહિના બાદ યુવતીની સાચી ઓળખ મેળવવામાં પોલીસને સફળતા મળી હતી. અધિકારીઓ દ્વારા યુવતીનો ફોટો તેનો ભોગ બનેલા ઓફિસર્સને બતાવવામાં આવ્યો હતો. સૂત્રોનું માનીએ તો, હનીટ્રેપનો ભોગ બનેલા અધિકારીઓએ યુવતીને ઓળખી બતાવી હતી, પરંતુ તેની સામે ફરિયાદ દાખલ કરવાનો ઈનકાર કરી દીધો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0