ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય. ત્યારે આજે મહેસાણા-ફતેપુરા સર્કલ નજીક વહેલી સવારે કોઈ અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને ટક્કર મારતા વૃદ્ધનું ઘટનાસ્થળે મોત નીપજ્યું.
મહેસાણા શહેરમાં આજે વહેલી સવારે ફતેપુરા સર્કલ પાસે કોઈ બેફામ વાહન ચાલકે રોડ પસાર કરતા વૃદ્ધને ટક્કર મારી. વૃદ્ધ રોડ ઉપર પટકાતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ઘટનાની જાણ આસપાસના લોકોએ પોલીસને જાણ કરી.