ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના નાગલપુર રોડ પર ઈમરજન્સી સેવામાં જઈ રહેલી 108 એમ્બ્યુલન્સને એક કારચાલકે બેદરકારીપૂર્વક ટક્કર મારતા અકસ્માત સર્જાયો આ ઘટનામાં એમ્બ્યુલન્સને નુકસાન પહોંચ્યું જોકે, સદનસીબે મોટી જાનહાનિ ટળી સમગ્ર મામલે એમ્બ્યુલન્સના ચાલકે કારચાલક વિરુદ્ધ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જોટાણા તાલુકાના સુરજ ગામે રહેતા જયેશભાઈ જોટાણા 108 એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે.

તેઓ ગતરોજ પોતાની જીજે-02-જીએ-1396 નંબરની એમ્બ્યુલન્સ સાથે ફરજ પર તે દરમિયાન આસજોલ ગામેથી એક ડિલિવરીના દર્દી માટે ઇમરજન્સી કોલ મળ્યો દર્દીની હાલત ગંભીર હોવાથી તેઓ સાયરન વગાડી મહેસાણા સિવિલ હોસ્પિટલ તરફ ઝડપથી જઈ રહ્યા એમ્બ્યુલન્સ જ્યારે મહેસાણાના નાગલપુર વિસ્તારમાં આવેલી નિલકંઠ સોસાયટી પાસેથી પસાર થઈ રહી ત્યારે અચાનક સોસાયટીમાંથી બહાર આવેલી જીજે-02-ડીએમ-1768 નંબરની કારના ચાલકે.

એમ્બ્યુલન્સના ડ્રાઈવર સાઈડના ભાગે જોરદાર ટક્કર મારી આ અકસ્માતને કારણે એમ્બ્યુલન્સના આગળના ભાગે નુકસાન થયું અકસ્માત બાદ દર્દીની ગંભીરતાને જોતા તાત્કાલિક બીજી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને દર્દીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા ફરજમાં રુકાવટ અને નુકસાન પહોંચાડવા બદલ 108ના ચાલક જયેશભાઈએ કારચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી.


