ગરવી તાકાત બનાસકાંઠા : અમીરગઢ પોલીસે કપાસીયા બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી બાતમીના આધારે પોલીસે સફેદ કલરની સ્વીફ્ટ કારને રોકી તપાસ કરી. કારની હેડલાઇટ, આગળના અને પાછળના બમ્પર તેમજ પાછળની લાઇટોમાં ખાસ બનાવેલા ચોરખાનામાંથી.

ભારતીય બનાવટની વિદેશી દારૂની 82 બોટલો મળી આવી જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 83,526 કુલ મુદ્દામાલની કિંમત રૂ.3,88,526 થવા જાય. પોલીસે કાર ચાલક રાજકુમાર ચૌહાણની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65એઇ, 116(બી) અને 98(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.

આ કામગીરી પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન અને ડો. જે.જે. ગામીત, I/C નાયબ પોલીસ અધિક્ષક દાંતા-વિભાગના સુપરવિઝન હેઠળ કરવામાં આવી પોલીસ અધિક્ષકે વિદેશી દારૂની હેરાફેરી રોકવા અને વધુમાં વધુ કેસો શોધી કાઢવાની સૂચના આપી.


