દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે શનિવારે 14 જૂનના રોજ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. તેમણે લોકડાઉનનાં નિયંત્રણોમાં ઘણી છૂટછાટની પણ જાહેરાત કરી છે. જેમાં જાહેરાત કરતા જણાવ્યુ છે કે, દિલ્હીમાં બધા બજારો, મોલ્સ અને માર્કેટ કોમ્પલેક્ષ ખોલવામાં આવશે. ઓડ ઈવન ડે મુજબ બજાર ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જેમાં કોઈ પણ દુકાનને એક દિવસ છોડી ને બીજા દિવસે ખોલવાની રહેશે.
દીલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે, દુકાનદારો સવારે 10 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી તેમની દુકાનો ખોલી શકશે. ત્યારે 50 ટકા ક્ષમતા સાથે મેટ્રોનું સંચાલન શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ સીવાય દરેક પ્રાઈવેટ ઓફિસોને 50 ટકાના સ્ટાફ સાથે કામ કરવાની પરવાનગરી આપવામાં આવી છે. જેમાં સવારના 9 થી 5 સુધી કામ કરી શકાશે. આ સિવાય દુકાનો સવારે 10 થી રાત્રીના 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે.