અંબાજી મંદિરના દ્વાર 1 ફેબુ્આરીથી યાત્રિકો માટે ખુલશેઃ માઈ ભક્તોમાં ખુશી છવાઇ

January 31, 2022

– યાત્રિકોને કોરોનાના નિયમોનું પાલન કરવાનું રહેશે

– ગબ્બર પર્વત સહિત પેટા મંદિર અને રોપ-વે ચાલુ કરાશેઃ દર કલાકે 150 દર્શનાર્થીને પ્રવેશ અપાશે

— યાત્રિકોએ  દર્શન માટે આ નિયમો પાળવા પડશે

– દરેક યાત્રિકે માસ્ક ફરજીયાત પહેરવું પડશે, ઓનલાઇન બુકીંગ કરવું પડશે.

– વેક્સિનના બે ડોઝ લીધાનું સર્ટિ રજુ કરવાનું રહેશે.

– ૧૮ વર્ષથી ઉપરના માટે ઓનલાઇન બુકીંગ ફરજીયાત રહેશે.

– ૧૮ વર્ષથી ઉપરના માટે વ્યક્તિદીઠ બુકીંગ કરાવવાનું રહેશે.

– વેબસાઇટ ઉપર યાત્રિકે જે તારીખે દર્શન કરવાના હોય તે તારીખ જ નાખવાની રહેશે.

– ત્યારબાદ ઉપલબ્ધ સ્લોટ અને ટાઇમ નિયત કરવાનો રહેશે.

– યાત્રિકે પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર, ઇ.મેલ, આઇ.ડી પ્રુફ જેવી વિગતો આપવાની રહેશે.

– ઓનલાઇન બુકીગ કર્મથી દર્શન પાસ ઇમેલ તેમજ પીડીએફમાં પ્રાપ્ત થશે જે પાસ સોફટ કોપી અથવા હાર્ડ કોપી દર્શન પ્રવેશ વખતે રજુ કરવાની રહેશે.

– ૬૫ વર્ષથી વધુ ઉમરના યાત્રિકો, સીનીયર સીટીઝન, દિવ્યાગો, નાના બાળકો ઘરે રહી માતાજીના દર્શન કરે તેવી મંદિર ટ્રસ્ટ તરફથી અપીલ.

કોરોનાની ત્રીજી લહેરમાં વધુ સંક્રમણ અટકાવવા રાજ્ય સરકાર દ્વારા કેટાલક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જેમાં વિવિધ યાત્રાધામ સહિત અંબાજી શક્તિપીઠના દ્વાર પણ અંબાજી ટ્રસ્ટ અને વહીવટદાર દ્વારા ૩૧મી જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવ્યા હતા. જેમાં દેવસ્થાન વ્યવસ્થાપન કમિટી દ્વારા કોરોના ગાઇડ લાઇનના ચુસ્ત અમલ સાથે ૧લી ફેબુ્રઆરીથી મંદિરના દ્વાર ખોલવાનો નિર્ર્ણય કરવામાં આવતાં માઇભક્તોમાં ખુશીની લહેર પ્રસરી છે.

કોરોનાના સતત વધતાં સંક્રમણના અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ અને વહીવટદાર દ્વારા અંબાજીમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેવા આશયથી તારીખ ૧૫ જાન્યુઆરીથી ૩૧  જાન્યુઆરી સુધી  મંદિરના દ્વાર બંધ રાખવાનો નિણય કરાયો હતો.  જો કે આ સમય ગાળા દરમિયાન પોષી પુનમે અંબાજી માતાનો પ્રાગટય દિવસે પણ  મંદિરના દ્વાર બંધ હતા છતાં પણ હજારો શ્રધધ્ધાળુઓ બહારથી દર્શન કરી તેમજ ધજાઓ અર્પણ કરી સંતોષ માન્યો હતો. તેમજ કેટલાક માઇભક્તોમાં નારાજગી પણ વ્યાપી હતી.  બાદ હવે દેવસ્થાન રૃટની વ્યવસ્થાપન કમિટિએ  કોરોના અંગેના નિયમોનું  બનાવી ચુસ્તપણે પાલન કરવાની શરતે ૧ ફેબુ્રઆરીથી મંદિરના દ્વાર ખોલવા અંગેની સત્તાવાર જાહેરાત  કરવામાં આવતાંં માઇભક્તોમાં ખુશી વ્યાપી છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0