વાવાઝોડાના આગમન પહેલા જ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે
મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તા. 15-16-17 દરમિયાન ભારે વરસાદ પડશે
અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને સાબરકાઠામાં ૬૫ કિમી સુધીનો પવન ફૂંકાવાની આગાહી
ગરવી તાકાત, મહેસાણા તા. 14- વાવાઝોડાના આગમન પહેલા જ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. હાલની સ્થિતિ મુજબ તો આ વાવાઝોડું બિપરજોય જખૌના દરિયા કિનારે ટકરાવવાના સંકેતો મળી રહ્યા છે. શરૂઆત અને લેન્ડફોલ થતી વખતે વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટર્ અને કચ્છને ધોધમાર વરસાદ અને ભારે પવન સાથે ધમરોળશે. સૌરાષ્ટ્ર અને કચ્છને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાતમાં પણ આંધી સાથે વરસાદ લાવે તેવા એંધાણ છે.

15 તારીખે ગુરુવાર – ગુરુવારે સાંજે વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના છે. કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને મોરબીમાં અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે. જૂનાગઢ, ગિર સોમનાથમાં 60થી 80 કિમીની ઝડપે જ્યારે રાજકોટ, પોરબંદરમાં 80થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
શુક્રવાર, 16 જુન – બનાસકાંઠા, પાટણ, કચ્છ, મહેસાણા અને સાબરકાંઠા અને મોરબીમાં અતિભારે વરસાદ પડશે જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદ તેમજ સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે પવન ફૂંકાવાની આગાહી પર નજર કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ૫૦ કિમી સુધી પવન ફૂંકાશે. કચ્છ, મોરબી, જામનગર, દેવભુમિ દ્વારકા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાઠામાં ૬૫ કિમી સુધીનો પવન ફૂંકાવાની આગાહી છે.
શનિવાર, 17 જુન- બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદ આવશે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર અવલ્લી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે. પવનની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદરમાં પ્રતિક્લાકે ૪૦થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. બનાસકાઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ૫૫થી ૬૫ કિમીની ઝડપે જ્યારે દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે.


