આજ તા 14 ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે વર્ચુયલ સન્માન સમારોહ નાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ અને ગુજરાત રાજ્યની સુપ્રસિદ્ધ ૧૦ યુનિવર્સિટી/કોલેજો ને સુપર કમ્પ્યુટરની ફાળવણી ઓનલાઇન માધ્યમથી કરવામાં આવી હતી. જેમાં, વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટીને માનનીય મુખ્યમંત્રી તરફથી સુપર કમ્પ્યુટર એનાયત કરવામાં આવ્યું. જેનાથી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની અધ્વીતિય સિધ્ધિમાં એક વધારો થયેલ છે સાથે સાથે યુનિવર્સિટીના એન્જિનિયરિંગ અને વિજ્ઞાન, મેડિકલ, ડેન્ટલ, ફાર્મસી અને નર્સિંગના ક્ષેત્રોમાં મોડેલિંગ, સિમ્યુલેશન, ડેટા એનાલિસિસ, આર્ટિફિશ્યલ ઇંટેલીજેંસી, બાયોટેક એનાંલિસિસ અંતર્ગત સમાજ ઉપયોગી રિસર્ચ અને સંશોધન કાર્યમાં સહયોગ મળશે.
સુપર કમ્પ્યુટરના ઉપયોગથી એકેડેમીક રિસર્ચ પ્રોજેકટ, પી.એચ.ડી. થીસિસ માટે એડવાન્સ ટેકનિકનો સીધો લાભ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, શંષોધકો અને પ્રધ્યાપક મિત્રો ને મળશે જેના થકી પોતાની પ્રતિભા વિશ્વસ્તરે ઉજાગર કરવાની સુવર્ણ તક મળશે. યુનિવર્સિટીના વિદ્યાર્થી મિત્રો ને સુપર કોમ્પ્યુટર ના પ્રોજેક્ટ ભારત ભર માં વ્યવસાય તથા રોજગાર લક્ષી ઉજ્જવળ તકો નો લાભ પણ મળશે. વધુમાં, હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ (એચ.પી.સી.) અને ડીપ લર્નિંગ (ડી.એલ.) જેવા અત્યાંધુનીક અને આવશ્યક વિષયો પર સંયુક્ત સંશોધન માટે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેબોરેટરી ની કામગીરી ને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. યુનિવર્સિટીની સિધ્ધિ માટે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો.(ડો.) વી.કે. શ્રીવાસ્તવે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને પ્રધ્યાપકોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા માટે આગ્રહ કર્યો છે.


