— કામગીરી શરૃ કર્યાના ચાર દિવસમાં આટોપી લેતાં :
— તાલુકાના સરહદી વાસણ ગામમાં માત્ર ચાર દિવસ કામગીરી કરી કોન્ટ્રાકટર ગાયબ થતાં કામગીરી સામે સવાલો :
ગરવી તાકાત ધાનેરા : ધાનેરા તાલુકામા થઈ રહેલા સિંચાઇ વિભાગોના કામોમા ભારે ગેરરીતિ થયા હોવાની રજૂઆત પુરાવા સાથે રજૂ થઈ રહી છે.તાલુકાના મોટા ભાગના ગામોમા માત્ર દેખાવ પૂરતા થઈ રહેલા સિંચાઇ વિભાગના કામોની પોલ સ્થાનિક ગ્રામજનો બહાર લાવી રહ્યા છે.ધાનેરા તાલુકાના સરહદ પર આવેલા વાસણ ગામના સરપંચએ પણ સિંચાઇના કામોમા ગેરરીતી થયા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
ધાનેરા તાલુકાના સરહદ પર આવેલા વાસણ ગામમાં પણ માત્ર ચાર દિવસ જે સી બી મશીન દ્વાર પાણીના વહોળામા ઊંચાઈ વાળી જગ્યા પર માટી ચડાવી એજન્સીનો માલિક મશીનરી સાથે ગાયબ થઈ ગયો છે.વાસણ ગામમાં શંકર ભગવાનનાં મંદિર નજીકથી પસાર થઈ રહેલા પાણીનાં વહેણમા પાળા બાધવાની કામગીરી શરૃ કરાઇ હતી.જેમાં ગામના સરપંચ સાથે આગેવાનો ની હાજરીમા કામ શરૃ કરાયું હતું.
અને માત્ર દેખાવ પૂરતી ચાર દિવસ કામગીરી કરી એજન્સીના માલિક મશીનરી સાથે રવાના થઈ જતાં સરપંચ સહિત સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.જે જેગ્યા ઉપર અગાઉથી પાળો બનાવાવમાં આવ્યો હતો તે જગ્યા ઉપર કોન્ટ્રાકટર દ્વારા ફરીથી માટી ચઢાવી ગેરરીતી આચરવામાં આવી રહી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.


