તસ્વીર:- ચિરાગ મેઘા સાબરકાંઠા તા. 17 – કલકત્તામાં ટ્રેઈની તબીબ પર ગુજારવામાં આવેલ બલાત્કાર અને હત્યા ના વિરોધમાં સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે આજે આઈ.એમ.એ દ્રારા તબીબી સેવા બંધ અને રેલી સહિત સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સાબરકાંઠા જીલ્લા ની મુખ્ય જી.એમ.ઈ.આર.એસ સિવિલ થી રેલી યોજવામાં આવી હતી. જેમાં વિવિધ સુત્રોચ્ચાર સાથે જીલ્લા ના તમામ તબીબો જોડાયા હતા.

તો મેડિકલ કોલેજ ના સ્ટુડન્ટ પણ જોડાયા હતા. આ રેપ વીથ મર્ડરની ઘટનામાં સંડોવાયેલ આરોપીઓને સખત માં સખત સજા મળે અને દિકરીને યોગ્ય ન્યાય મળે તે માટે નુ વિરોધ પ્રદર્શન યોજાયુ હતુ. જેમાં જીલ્લાના તમામ તબીબો અને મેડિકલ કોલેજના સ્ટુડન્ટો જોડાયા હતા. જે રેલી ગઢોડા રોડ થી શરૂ થઈ મેડિકલ કોલેજ ના તમામ કેમ્પસમાં ફરી મુખ્ય ગેટ આગળ પુર્ણ થઈ હતી.
ખાસ કરીને ડોક્ટરો માટે સરકાર યોગ્ય કાયદો લાવે અને દિકરીઓ સહિત મહિલા ડોક્ટરોને સુરક્ષા મળી રહે તે આયશ થી આરોપીઓને આકરી સજા મળે તો માંગ સાથે રેલી યોજાઈ હતી….


