કાંકરેજ તાલુકામાં અખાત્રીજ- પરશુરામ જયંતી રમઝાન ઇદની ઉત્સાહભેર ઉજવણી

May 3, 2022
ગરવી તાકાત થરા : ભારતીય સંસ્કૃતિમાં તિથિ વાર માસનું આગવું મહત્વ દર્શાવ્યું છે. ભારત બિનસાંપ્રદાયિક કૃષિ પ્રધાન રાષ્ટ્ર છે.રાજકીય વાદવિવાદ કાવાદાવાને બાજુ પર રાખી લોકો કોમી એકતાથી એકબીજાના પ્રસંગો તહેવારો ઉજવે છે.ગઈકાલે વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ પરશુરામ જયંતીની સાથે રમઝાન ઇદની ઉજવણી થઇ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં મુખ્ય મથક શિહોરી અને વેપારી મથક થરા ખાતે પરશુરામ જયંતીની ભવ્ય શોભાયાત્રા નિકળી
જાહેર માર્ગો પર ફરી નિર્ધારિત સ્થળે પહોંચી જાહેર સભામાં ફેરવાઈ જયાં આરતી ભોજન પ્રસાદ સાથે સૌ છૂટા પડ્યા તો ખેડૂત ભાઇઓએ ટ્રેકટર બળદ હળને કુમકુમ તિલક પૂજન અર્ચન કરી નવા વર્ષની ખેડ હળોતરા કરી નવા વર્ષની અદલાબદલી રૂપે ચોમાસુ પાકના વાવેતરની તૈયારી કરી.ખેડૂત ના ઘરે અખાત્રીજના દિવસે ગરમાણુ રાબ બનાવી પરિવાર સાથે આરોગી ધન્યતા અનુભવે છે.
મુસ્લિમ ભાઈ બહેનો એ રમઝાન ઇદની નમાજ અદા કરી એકબીજાને ઈદ મુબારક કહી શુભેચ્છા પાઠવી.કૃષિ પ્રધાન રાષ્ટ્ર એવા આપણા દેશમાં નદી ગાય તુલસી ને માતાનું સ્થાન અપાયું છે પણ આજે નદીઓ રેત ખનન નું માધ્યમ અને ગૌ ગૌવંશ આજે રખડતાં ભટકતાં ગામડાઓથી માંડીને મોટાં શહેરોમાં  ટ્રાફિક જાહેર માર્ગો પર પ્રજા પ્રશાસન માટે ત્રાસદાયક બની રહયાં છે. આજે ગણેશ ચોથની ઉજવણી થશે.જૈન સમુદાયમાં આજે વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ મનાવશે.આજે થરા નગરે શાંતિનાથ દાદા જિનાલયની ૨૧૭મી સાલગીરા ઉજવાશે.
તસવિર અને અહેવાલ :  યશપાલસિંહ ટી વાઘેલા : થરા
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0