હોળી પહેલા કપાસિયા તથા સીંતેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો 

March 22, 2024

કપાસીયા અને સીંગતેલના ભાવમાં 110થી 140નો વધારો કરાયો 

ગરવી તાકાત, મહેસાણા તા. 22 – હોળી પહેલા ગુજરાતના નાગરિકો પર મોંઘવારીનો માર પડ્યો છે. હોળીના તહેવાર પહેલા કપાસિયા તેલ અને સીંગતેલના ભાવમાં ભડકો થયો છે. સીંગતેલમાં ડબ્બામાં સટ્ટાકીય ભાવ વધારો નોંધાયો છે. સીંગતેલ અને કપાસિયા તેલમાં 110 થી 140 રૂપિયાનો પ્રતિ ડબ્બે વધારો નોંધાયો છે.

breaking news and shocking news cotton sed oil 100 rupees price hike before  diwali festival

આ સાથે જ રાજકોટમાં આજે ખૂલતા બજારે સીંગતેલ ડબ્બો 2740 થી વધીને 2840 સુધી પહોંચી ગયો છે. તો કપાસિયા તેલનો ડબ્બો 1640 થી વધીને 1740 ને પાર પહોંચી ગયો છે. એક સપ્તાહમાં ડિમાન્ડ ન હોવા છતા સટોડિયાઓ દ્વારા કૃત્રિમ ભાવ વધારો કરી નાંખ્યો હોવાનું અનુમાન છે.

ગત વર્ષમાં તેલના ભાવોમાં સતત વધારા ઝીંકાઈ રહ્યાં છે. જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો. પરંતુ લાંબા સમયથી ખાદ્યતેલના ભાવ અંકુશમાં હતા. પરંતુ હવે 2024 માં ફરી આ વધારો ચાલુ થયો છે. ત્યારે ગત ફેબ્રુઆરી મહિનામાં જ તેલના ભાવમાં વધારો કરાયો હતો સીંગતેલના ભાવમાં સીધો 50 રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારે માર્ચ મહિનાના અંતમાં તેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0