મહેસાણા જીલ્લામાં વિજાપુર પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. જેમાં એક પ્રેસ લખેલી કારની અટકાયત કરી તપાસ કરી તેમાથી દારૂ ઝડપી પાડ્યો છે. ગુજરાતમાં દારૂની હેરફેર માટે અનેક વાર પોલીસની પણ સંડોવણી સામે આવતી હોય છે ત્યારે આ આજે પ્રેસ લખેલી કારમાંથી દારૂ ઝડપાતાં હડકંપ મચી ગયો છે.
મહેસાણા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહીલ અને વિસનગર ડીવીઝન ડીવાયએસપી વાળંદના માર્ગદર્શન હેઠળ ગુનાહિત પ્રવૃતીઓ અટકાવવા માટે વિજાપુર પોલીસે સઘન ચેકીંગ હાથ ધરતાં લાખોનો દારૂ ઝડપાયો છે. જેમાં વિજાપુર પીઆઈ અને પીએસઆઈ કે.એમ.ચાવડાએ દારૂની હેરફેર કરતાં આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બાતમી આધારે હોન્ડા સીટી GJ-1-HN-0108 નંબરવાળી કારની અટકાયત કરી તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારમાંથી 1,85,000 લાખનો દારૂ મળી આવ્યો હતો. વિજાપુર પોલીસની આ કાર્યવાહીમાં કારનો માલીક ફરાર થઈ ગયો હતો.
આ પ્રેસ લખેલી કારનો માલીક કઈ ન્યુઝ કંપની સાથે જોડાયેલ છે ? આ કોઈ ફ્રોડ પત્રકાર તો નથી ને ? આ મામલે વિજાપુર પોલીસે તપાસ સઘન તપાસ હાથ ધરી છે.