ગુજરાત ભાજપમાં એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. આ દરમિયાયન ભાજપનો આંતરિક વિવાદ વધુ એક વખત સામે આવ્યો
મણિનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, પ્રદેશ કોષાધ્યક્ષ અને તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી પદેથી હટાવવામાં આવેલા ધર્મેન્દ્ર શાહ સહિતના નેતાઓ વિરુદ્ધનો એક પત્ર વાઇરલ થયો
ગરવી તાકાત, ગાંધીનગર તા. 17 – હવે ભાજપમાં આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યા છે. ત્યારે લોકસભામાં એક બેઠક ગુમાવી છે. ત્યારે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને શું અસર થાય છે? તે જોવાનું રહ્યું. એક તરફ આયાતું નેતાઓથી મૂળ ભાજપી નેતાઓની નારાજગી છે. ત્યારે બીજી તરફ આંતરિક વિખવાદ છે. આંતરીખ જુથવાદ પણ સામે આવી રહ્યા છે.

ગુજરાત ભાજપમાં એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. આ દરમિયાયન ભાજપનો આંતરિક વિવાદ વધુ એક વખત સામે આવ્યો છે. અમદાવાદના મણિનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, પ્રદેશ કોષાધ્યક્ષ અને તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી પદેથી હટાવવામાં આવેલા ધર્મેન્દ્ર શાહ સહિતના નેતાઓ વિરુદ્ધનો એક પત્ર વાઇરલ થયો છે. આ પત્રથી અનેક ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.
જાણો શું લખ્યું છે પત્રમાં
પત્રમાં લખ્યું છે કે, અમદાવાદના આનંદ ડાગા, અમુલ ભટ્ટ, વિપુલ સેવક, ધવલ રાવલ આ બધા એક જ હારના મણકા છે. પાર્ટીના નામે હોદ્દાનો ઉપયોગ કરી આ ટોળકી રોકડીમાં જ પડી છે. ડાગાએ બધાને પૈસો બતાવી લટ્ટુ બનાવી દીધા છે. ધર્મેન્દ્ર શાહ તો પહેલાંથી એએમટીએસની બસો અને કચરાની ગાડીઓમાં ભાગીદાર છે. આ પછી પૈસા માટે લાળપાડું અમુલ ભટ્ટ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન થયો એટલે ડાગા જોડે રોકડીની સાઠગાંઠમાં લપેટાયો. આ કટકી કીંગે એએમટીએસમાં ડાગા માટે બબાલ કરી હતી તે બધા જાણે છે. આ ભઈએ વગથી ડાગાની ઓફીસનાં પહેરેદાર બન્યા એ મણીનગર વિધાનસભાના બધા કાર્યકરો જાણે છે પણ આ ચંડાળ ચોકડીને કારણથી કોઈ બોલતા નથી. આ મોટે ભાગે દરરોજ ડાગાને સલામ કરવા જાય છે અને એના ઈશારે કામ કરે છે. શીતલબેન ડાગાને દંડક બનાવામાં તેમનો મોટો રોલ હતો. હવેથી આ દરવાજે જતા બંધ થઈ જશે. એની પાસે રાતોરાત આટલો પૈસો કેવી રીતે આયો?
મણીનગરમાં દુકાનો, 2 કરોડની ઓફીસ, બે એસયુવી કાર. બોલો. ચેરમેન હતા તો સીક્યુરીટીવાળા, અને બીજા કોન્ટ્રાક્ટરો સાથે સેટીંગ કરી ભારે રોકડી કરી છે. એના કોર્પોરેશનના પીએ અને અત્યારના બધા ચમચાઓ ખાનગીમાં બધુ કહે છે. મણીનગરની પેલી અને પહેલાંની મેયર ના લફરાં પણ પક્ષના નેતાઓ અને આખું ગામ જાણે છે. મણીનગરની બહેનોએ આ લંપટસ્વામીથી સાચવવું જોઈએ. આ સત્યની હવે પ્રધાનમંત્રી, પાટીલ સાહેબ, બધા ધારાસભ્યોને પણ લેટરથી જાણ થશે કે અમુલ ભટ્ટ આ ટોળીનો જ સાગરીત છે. આ પત્ર તેમની જ વિધાનસભાના ભાજપના કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખને પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય અને નેતાઓના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ ચાલે છે. કેટલી અને ક્યાં તેમની સંપત્તિ છે તેનું લખાણ પણ પત્રમાં લખવામાં આવ્યું છે.
હવે બધા બોલે છે આવાને કોણે ટીકીટ આપી ? એની હવે ખાનગી તપાસ કરી બધી વાતો એક પછી એક લેટરથી જાણ થશે. એ કોરર્પોરેટરો એમાં ખાસ મહિલાઓનું જાહેર અપમાન કરે છે. ટોળીનો લીડર પકડાયો હવે પોતાની જાતને સેવાભાવી હોવાનો દેખાડો કરતા આ કટકી કીંગનો જ વારો છે. બધા છાપામાં, ફેમીલીમાં અને વીસ્તારમાં આ લેટર છાપીને બધા લોકોને વહેંચાશે એટલે આ કટકી કીંગ શાહુકારની બધાને ખબર પડશે. લેટર મળશે એટલે જાત બચાવવા દોડધામ કરશે. બધા કાર્યકરો આનાથી ચેતે. લિખિતન- ભાજપનો એક કાર્યકર્તા…..
હવે ભાજપમાં આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યા છે. ત્યારે લોકસભામાં એક બેઠક ગુમાવી છે. ત્યારે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને શું અસર થાય છે? એક તરફ આયાતું નેતાઓથી મૂળ ભાજપી નેતાઓની નારાજગી છે. ત્યારે બીજી તરફ આંતરિક વિખવાદ છે. આંતરીખ જુથવાદ પણ સામે આવી રહ્યા છે.
જાણો શું કહે છે નેતાજી !
લેટર બોમ્બ મામલે અમદાવાદના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે કહ્યું કે, આમાં પત્ર મોકલનારનું નામ લખવામાં આવ્યું નથી. કોઈએ 4 નેતાઓને બદનામ કરવા માટે આ પત્ર નામ વગર લખ્યો છે. આ પત્ર લખનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. આ માટે સૂચના આપી દેવામાં આવી છે.


