ભિલોડાના જેસીંગપુર કંપા ગામના રહીશોના પીવાના પાણીની સમસ્યાનો અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્રએ કામગીરી આરંભી

શેર કરવા અહીં ક્લિક કરો.
ભિલોડાના જેસીંગપુર કંપા ગામના રહીશોના પીવાના પાણીની સમશ્યાનો અહેવાલ “ગરવી તાકાત “માં પ્રસિદ્ધ થતા તંત્રએ કામગીરી આરંભી
ગૃહિણીઓ ભર બપોરે લમણા શેકી નાખે તેવી કાળ જાળ ગરમીમાં બે બેડાં પાણી માટે વલખા મારી પાણી લાવી  રહી હતી
ગરવી તાકાત, ભીલોડા તા. 23 –  ભિલોડાના  જેસીંગપુર કંપા  વિસ્તારના ખરાડી અને તડવી ફળીયાના રહીશોને  વાસ્મો યોજના હેઠળ ” પાણીની પાઇપ લાઈન બે બે વર્ષ થવા છતા નાખવામાં આવી ન હતી જેને લઈને નળ કનેકશન થી વંચિત રહી ગયેલા  રહીશોને પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતા ગૃહિણીઓ ભર બપોરે લમણા શેકી નાખે તેવી કાળ જાળ ગરમીમાં બે બેડાં પાણી માટે વલખા મારી પાણી લાવી  રહી હતી.
જે અંગેનો  “ગરવી તાકાત  “અખબાર માં સમાચાર તા.4ના રોજ પ્રસિદ્ધ થતા જેના પડઘા થી તંત્ર સફારૂ જાગ્યુ હોય તે રીતે દોડતું થયું હતું અને પંદર દિવસ બાદ પાઇપ લાઈન નાખવા માટે જેસીબી દ્વારા ખોદ કામ આરંભી દેવાયું છે. ત્યારે જેસીંગપુર ગામ એ મોટુ ગામછે જેમાં ગૃપ ગ્રામ પંચાયતના કેટલાક ફળીયાઓમાં રહીશોના ઘર આંગણે ” નળ સે જલ “ના નળ જોઈન્ટ કરવામાં આવ્યા નથી. જેથી આ એજન્સીના કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યોછે.
અગાઉ વર્ષો પહેલાં મેશ્વો જળાશયમાંથી આ પ્રજનોને પાણી મળે તે હેતુ થી કરોડો ના ખર્ચે અંદર ગ્રાઉન્ડ પાઈપ લાઈન નાખવામાં આવી હતી પરંતુ વર્ષો વીતી જવા છતાં એક બુંદ પાણી આવ્યું નથી જે રહીશોના ઘર આંગણે મૂકેલા નળ  શોભના ગાંઠિયાસમાન બની ગયા છે. હાલ વાસ્મો યોજના હેઠળ   ખરાડી ફળીયામાં  નળ કનેકશન માટે કામગીરી હાથ ધરાતા રહીશોએ “સંદેશ ટીમનો આભાર માન્યો હતો. પણ જોવું એ રહ્યું કે આ યોજના હેઠળ વંચિત રહી ગયેલા  કેટલા રહીશોને પાણી મળશે તે તો તંત્ર જ જાણી શકે.. તેમ.. છે
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.