દશામા વ્રતના દશ દિવસ પૂર્ણ થતાં ભક્તોએ હર્ષભેર માતાજીના વળામણા કર્યા 

August 16, 2024
માતાજી ના દશ માં દિવસે જાગરણ ના દિવસે દશામાં ટ્રસ્ટ દ્વારા ભાવી ભકતો માટે રાસ ગરબા નું આયોજન કરાયું 
ગરવી તાકાત, કડી તા. 16 – જૈમિન સથવારા – કડી માં આવેલ થોળ રોડ ઉપર આવેલ દશામાં માતાજીનું મંદીર આવેલુ છે ત્યાં મોટી સંખ્યામાં લોકો પોતાની મનોકામના સાથે શ્રદ્ધાળુઓ દર્શન કરવામાં માટે આવી પહોંચતા હોય છે ત્યારે કડી શહેર તથા ગામડાઓ ના ભાવિ ભકતો મોટી સંખ્યામાં દશ દિવસ માટે દર્શનાર્થે આવતા હોય છે.
કડીમાં ઠેર ઠેર દશામાં નું વ્રત શરૂ થતાં ની સાથે પોતાનાં નિવાસ સ્થાને માતાજીની મૂર્તિ નું સ્થાપન કરવામાં આવતું હોય છે અને માતાજી ની દશ દિવસ સુઘી પૂજા અર્ચના તથા ભજન કીર્તન  કરવામાં આવતું હોય છે. અને મતાજીને ભકતો દ્વારા ખુબ જ સુંદર રીતે શણગાર કરવામાં આવતો હોય છે અને પોતાની યથાશકિત પ્રમાણે ભાવિ ભકતો દ્વારા માતાજીની પ્રાર્થના કરતા હોય છે.ત્યારે દશ દિવસ પૂર્ણ થતાની સાથે કડી માં આવેલ દશામાં મંદીર ખાતે ભાવિ ભકતો નો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવી પહોંચતા હોય છે.
માતાજી ના દશ માં દિવસે જાગરણ ના દિવસે દશામાં ટ્રસ્ટ દ્વારા ભાવી ભકતો માટે રાસ ગરબા નું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં કડી શહેર તથા આજુ બાજુ ના ગામડાઓ ના ભાવિ ભકતો મોટી સંખ્યામાં આવી પહોંચતા હોય છે અને વ્હેલી સવારે માતાજી ની વાજતે ગાજતે દશામાં ની આરતી કરી ને વળામણાં કરવામાં આવ્યા હતા જેમાં માતાજીનાં વળામણાં વખતે ભાવિ ભકતો ભાવુક થઈ ગયા હતા અને ભકતો ના આંખો માંથી આંસુ પડતા જોવા મળ્યા હતા અને માતાજીની વાજતે ગાજતે દશામાં ની વિદાય કરવામાં આવી હતી.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0