દૂધ, દહી, છાશ બાદ હવે અમૂલે બટર અને ઘીના ભાવમાં કર્યો વધારો 

February 5, 2023

બે દિવસ અગાઉ અમૂલના દૂધ, દદી અને છાશના ભાવમાં વધારો કરાયો હતો 

દૂધના ભાવમાં ગુજરાતમાં હજુ ભાવ વધારો લાગુ કરાયો નથી

ગરવી તાકાત, મહેસાણા તા. 05 – કમરતોડ મોંઘવારીનો વધુ એક ફટકો સામાન્ય જનતાને લાગી રહ્યો છે. ગુજરાતની દૂધ વિક્રેતા અમૂલ ડેરીએ મસ્તી દહી બાદ હવે ઘીના ભાવમાં પણ વધારો ઝીંક્યો છે.  અમુલે ઘી અને બટરના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. અમુલ ઘીના એક લિટરના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે. તો અમુલ બટરનાં ભાવમાં 500 ગ્રામમાં 10 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. તો અમુલ બટર 100 ગ્રામના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. બટરના ભાવમાં સપ્તાહ પહેલા વધારો ઝીંક્યો હતો. તો અમુલ ઘીના ભાવમાં બે દિવસ પૂર્વે વધારો જાહેર કર્યો છે.

હજી બે દિવસ પહેલા જ અમૂલે ગુજરાતના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો હતો. અમુલે દહીંના ભાવમાં વધારો ઝીંક્યો હતો. અમૂલે મસ્તી દહીના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે અમૂલે વિવિધ પ્રકારના દહીના નવા ભાવ જાહેર કર્યાં હતા. ત્યારે બે દિવસ બાદ શુક્રવારે ઘી અને બટરમા વધારો જાહેર કર્યો છે, આમ, આખા દેશમાં મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી દીધી છે. જીવનજરૂરિયાતી વસ્તુઓના ભાવ સતત વધી રહ્યાં છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0