મહેસાણા કચરાનો નિકાલ કરતાં ડ્રાઇવરો જ્યાં ત્યાં ટ્રેકટર પાર્ક કરી ટહેલવા નીકળી જતાં જનતા ત્રાહીમામ 

July 10, 2023

મહેસાણા પાલિકા દ્વારા  કચરા નિકાલના અપાયેલા કોન્ટ્રાક્ટરના ડ્રાઇવરોની બેદરકારીથી શહેરીજનો ત્રસ્ત 

રોડ રસ્તાં વચ્ચો વચ્ચ ટ્રેકટ પાર્ક કરી દેતાં હોવાથી દુર્ગધથી શહેરીજનોમાં ભારે કચવાટ પ્રસર્યો છે

ગરવી તાકાત, મહેસાણા તા. 10- મહેસાણા  નગરપાલિકામાં કચરા નિકાલનો કોન્ટ્રાક્ટરના ટ્રેકટરના ડ્રાઇવરો દ્વારા જ્યાં ત્યાં ગંદકીથી ભરેલા ટ્રેકટરો રસ્તા વચ્ચે પાર્ક કરી ટહેલવા ચાલ્યાં જતાં હોવાથી જે સ્થળે ટ્રેકટર પાર્ક કર્યુ હોય ત્યાંના  સ્થાનિકો ગંદકીની  દુર્ગધથી ત્રાહીમામ પોકારી ઉઠતાં હોય છે.

મહેસાણા નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતાં માટે વિવિધ વિસ્તારોથી ટ્રેકટર દ્વારા કચરો ઉઠાવવાની કામગીરી કરવામાં આવે છે. આ માટે મહેસાણા પાલિકા દ્વારા ટ્રેકટરમાં ભરીને કચરાનો નિકાલ કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યોં છે. ત્યારે આ કોન્ટ્રાક્ટરના મળતીયાઓ કે જે ટ્રેકટરમાં ભરીને કચરાનો નિકાલ કરી કચરો ડમ્પીંગ સાઇટ પર ઠાલવવા માટે જતાં હોય છે.

ત્યારે આ ટ્રક્ટરમાં ભરીને કચરાનો નિકાલ કરવા જતાં ડ્રાઇવરો જ્યાં ત્યાં રોડ વચ્ચે ગંદકીથી ભરેલા ટ્રેકટરો રોડ વચ્ચે મુકીને પાન મસાલા – ચા પીવા જતાં રહેતાં  હોવાથી શહેરીજનો દુર્ગધથી ભરેલા કચરાથી માથા ફાટી જાય છે. શહેરીજનો રોજબરોજ આ પ્રકારે કોન્ટ્રાક્ટરના ટ્રેકટરના ડ્રાઇવરોની રોજબરોજની આ પ્રકારની બેદરકારીથી શહેરીજનો  ત્રાહીમામ પોકારી ગયા છે. આ  બાબતે મહેસાણા નગરપાલિકાના સત્તાધીશોએ જે કોન્ટ્રાક્ટરને કચરા નિકાલનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યોં છે તેને આ બાબતની કેમ બેદરકારી દાખવવામાં આવી રહી છે તેનો  ખુલાસો પુછવો રહ્યોં.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0