— તા-૧૬/૦૩/૨૦૨૨ ના રોજ અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરની N.S.S.(રાષ્ટ્રીય સેવા યોજના) ની સાત દિવસની શિબિરનો રાવળાપુરા ( સવાલા) ખાતે શુભારંભ કરવામાં આવેલ
ગરવી તાકાત મહેસાણા : આ કાર્યક્રમને શોભાવવા સમારંભના અધ્યક્ષ શ્રી કે.કે. ચૌધરી (પ્રમુખશ્રી, અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર), અતિથિ વિશેષશ્રી રાવળાપુરા ગામના સરપંચશ્રી, સેવા સહકારી મંડળીના પ્રમુખશ્રી, દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખશ્રી અને મંત્રીશ્રી, રાવળાપુરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના અન્ય હોદ્દેદારશ્રી તથા અગ્રગણ્ય ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યા
રબાદ આદર્શ વિદ્યાલય, વિસનગરના પ્રિન્સિપાલશ્રી દ્રારા મહેમાનશ્રીઓનુ શાબ્દિક સ્વાગત તથા પરિચય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ મહેમાનશ્રીઓના વરદહસ્તે દીપ પ્રાગટય કરી મહેમાનશ્રીઓનુ સાલ તથા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. N.N.S. પ્રોગ્રામ ઓફિસર એવા શિક્ષકશ્રી જીગરભાઈ પટેલ દ્રારા N.S.S. પ્રવૃત્તિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
સમારંભના અધ્યક્ષશ્રી કે.કે.ચૌધરી સાહેબે N.S.S.ના સ્વયં સેવકોને આદર્શ વિદ્યાલય, વિસનગરને ગૌરવ અપાવે એવું ઉમદા કાર્ય કરવાની પ્રેરણા આપી હતી


