— દ્વારકાના દરિયા કિનારે માછીમારી કરવા જતાં ચોરીના રીઢા ગુનેગારને ઝડપી પાડતી મહેસાણા એસઓજીની ટીમ :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા એલસીબી એસઓજીની ટીમ જિલ્લામાં નાસતાં ફરતાં તેમજ ગુનેગારોને ઝડપી પાડવા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ સાંથલ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતાં દ્વારકાના આરોપીને બાતમીના આધારે દ્વારકા દરિયા કિનારે પહોંચી માછીમારી કરવા જાય તે અગાઉ એસઓજી અને એએચટીયુ પોલીસ સ્ટાફે ઝડપી લીધો હતો. ઝડપ્યોં
જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન અને એસઓજી પી.આઇ એ.યુ.રોઝવાળાની સૂચના મુજબ પીએસઆઇ એન.પી.પરમાર એએચટીયુ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હે.કો.નરેશકુમાર અબ્દુલગફાર, સંજયકુમારને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે સાંથલ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો આરોપી સુભાણીયા યુસુફ ઉર્ફે જુશબ અનવરભાઇ રહે. સલાયા, તા. ખંભાળીયા, જિલ્લો દ્વારકા સ્ટેશનની બાજુમાં રહે છે
જે બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક મળેલી માહિતીના આધારે આરોપીને ઝડપી પાડવા દ્વારકા પહોંચી હતી જ્યાં પોલીસ ટીમને જાણવા મળ્યું હતું કે આરોપી દરીયામાં માછીમારી કરવા જવાનો હોઇ જેથી તાત્કાલિક દ્વારકાના દરિયાકાંઠે પહોંચી આરોપી દરિયામાં માછીમારી કરવા જાય તે અગાઉ ઝડપી પાપ્ડોય હતો અને વધુ તપાસ અર્થે સાંથલ પોલીસને સોંપ્યો હતો. આ રીઢા આરોપીનો ઇતિહાસ ગુનાહિત છે તે અગાઉ બે વખત વિજાપુર પોલીસ કડી, પેથાપુર, માંડલ પોલીસ સ્ટેશનમાં પણ ઇપીકો કલમ ૩૭૯ અંતર્ગત ગુના નોંધાયેલા છે.


