વિસનગર તાલુકાના કડા ગામમાં માવો બનાવતી ભઠ્ઠીમાંં બોઇલર ફાટવા મામલે એકનું મોત મામલે આરોપીને પાચં વર્ષની કેદ

August 29, 2024

વિસનગર સેશન્સ કોર્ટે ભઠ્ઠીના માલિકને પાંચ વર્ષ કેદની સજા ફટકારી 

ગરવી તાકાત, મહેસાણા તા. 29 – વિસનગર તાલુકાના કડા ગામમાં માવો બનાવતી ભઠ્ઠીમાં આશરે 21 માણસો કામ કરતાં હતા. ત્યારે માવો બનાવતી ભઠ્ઠીમાં ગત તારીખ 7 ઓગસ્ટ 2014ના રોજ ભઠ્ઠીમાં સ્ટીમ બોઇલર ફાટતા એક કારીગરનું થયું હતું મોત થયું હતું. જે મામલે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

court logo - FOREFRONT NG

આ કેસમાં તપાસના અંતે બિન કુશળ કારીગર રાખી નિયમનો ભંગ થયો હોવાની વિગત સામે આવી હતી. આ કેસ વિસનગર સેશન્સ કોર્ટમાં ચાલી જતાં વિસનગર સેસન્સ કોર્ટમાં સરકારી વકીલ પરેશકુમાર દવેની ધારદાર દલીલોને આધારે વિસનગર સેશન્સ કર્ટના જજશ્રી એન.એસ.સિદ્ધકી દ્વારા ચૂકાદો આપવામાં આવ્યો હતો. જેમાં પરેશ દવેની રજૂઆતને પગલે આ કેસમાં ભઠ્ઠીના માલિકને 5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હત. જ્યારે મૃતકના પરિવારને 61500 વળતર ચૂકવવા આદેશ આપવામાં આવ્યોં હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0