ખેરાલુના આંગડિયાકર્મી પાસેથી 7.34 લાખ રૂપીયા ભરેલી બેગની ચીલ ઝડપ કરી આરોપીઓ ફરાર

August 6, 2021
Looting

મહેસાણા જીલ્લાના  ખેરાલુમાં ધોળે દાડે સાડા 7.34 લાખ રૂપિયાની આંગડિયા લૂંટની ઘટના સામે આવતા હડકંપ મચ્યો હતો. આંગડિયા પેઢીનો કર્મચારી પૈસા ભરેલી બેગ જમીન પર રાખી ઓફિસને લોક કરી રહ્યો હતો એવામાં 2 લૂંટારુઓ પૈસાની બેગ લુંટી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેથી પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.

બપોરે 12.30ની આસપાસ ખેરાલુના મહેતાવાડ વિસ્તારમાં આવેલ વસંત અંબાલાલ પેઢીના કર્મી પાસે લૂંટની ઘટના બની છે, બપોરના સમયે પેઢીના કર્મચારી રોજ હાટડીથી વિસનગર બસમાં ખેરાલુ આવીને ઓફિસ આવ્યા હતા, દરમિયાન ઓફિસથી આવીને વેપારીઓને આપવાના પૈસા લઈને ઓફિસ બંધ કરી વેપારીઓને પૈસા આપવા જતા હતા. એવામાં ઓફિસને લોક મારી ઉભા હતા તે દરમિયાન એક લૂંટારુઓ એ પેઢીના કર્મીના હાથમાં રહેલ બેગની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયો હતો. આ લુંટ બાદ આંગડીયાતનો કર્મચારી આરોપીને  પકડવા પાછળ દોડ્યો હતો, જોકે આગળ એક ઈસમ બાઇક લઈને ઉભો હતો એ દરમિયાન લૂંટ કરનાર ઈસમ બાઇકમાં બેસી ફરાર થઈ ચૂક્યા હતા.

આ પણ વાંચો – મહેસાણા જિલ્લામાં ઉંઝા,બેચરાજી અને વિસનગર ખાતે કિસાન સન્માન દિવસનો કાર્યક્રમ યોજાયો

પેઢીના કર્મચારીએ ખેરાલુ પોલીસને તુંરત જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ સમગ ઘટના મામલે તપાસ શરૂ કરી હતી, જોકે ત્યાં લાગેલા CCTV પણ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે અને હાલમાં સમગ્ર ખેરાલુમાં પોલીસે નાકાબંધી ગોઠવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આ કેસની તપાસમાં ડીવાયએસપી એ.બી વાળંદે જણાવ્યું હતું કે ખેરાલુમાં વસંત ભાઈ અંબાલાલ ની પેઢીમાં આ કર્મચારી નોકરી કરે છે અને બપોરે 12.30 થી 1 ના સમય ગાળા દરમિયાન ઓફિસ બંધ કરી વિસનગર જવા માટે નીકળ્યા હતા એ દરમિયાન ઓફીસ નું તાળું મારવા માટે પૈસા ભરેલી બેગ નીચે મૂકી હતી. ત્યારે આરોપીઓ લુંટ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ફરિયાદ આધારે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0