મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્યની સરકારને પાંચ વર્ષ પૂરા થતા કિસાન સન્માન દિવસ નિમિત્તે કડી ખાતે ખેડુત લાભાર્થીઓને કિસાન સન્માન નિધિ યોજના,સાત પગલાં ખેડુત કલ્યાણના સહિત કિસાન સૂર્યોદય યોજનાથી લાભાંવિત કરવામાં આવ્યા હતા.
મહેસાણા જિલ્લામાં કિસાન સન્માન દિવસ કડી,બેચરાજી,ઉંઝા અને વિસનગર ખાતે કિસાન સન્માન દિવસના આયોજનમાં હજારો ખેડુતો ઓનલાઇન થકી રાજ્યકક્ષાથી માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે કડી ખાતે જિલ્લા કક્ષાના કિસાન સન્માન કાર્યક્રમમાં ધારાસભ્ય કરશનભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે ખેડુતોનું જીવન ઉન્નત બને તે દિશામાં સરકારે અનેક કામગીરી કરી છે.
આ પણ વાંચો – નારી ગૌરવ દિવસની સમાનંતરે મહિલા સંરક્ષણ અને અધિકાર બાબતે મહિલા કોગ્રેસની કલેક્ટરને રજુઆત
ધારાસભ્ય કરશનભાઇ સોલંકીએ ઉમેર્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સતત ખેડુતોના હિતની ચિતા કરે છે. ખેડુતોનો વિકાસ થાય તે માટે સાત પગલાં ખેડુત કલ્યાણના, કિસાન સુર્યોદય જેવી અનેક યોજનાઓ શરૂ કરી છે જેનો ખેડુતો લાભ મેળવી રહ્યા છે.
આ પ્રસંગે દુધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ‘કિસાન સૂર્યોદય યોજના’ અંતર્ગત ખેડૂતો માટે દિવસે વીજળી આપવાના સેવા યજ્ઞની શરૂઆત કરી છે. તેમજ આગામી 2022 સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોને ખેતી માટે દિવસે વિજળી મળે તે લક્ષ્યાંક સાથે આપણી સરકાર દ્વારા કામ થઇ રહ્યું છે.
આ પણ વાંચો – ગુજરાત : 4 વર્ષમાં 1095 બેરોજગારોની આત્મહત્યા – 6 ઓગસ્ટે યુવા શક્તિ દિનની ઉજવણી કરશે રૂપાણી સરકાર !
કાર્યક્રમમાં ઉપસ્થિત ડિસ્ટ્રીક બેન્કના ચેરમેન વિનોદભાઇ પટેલે જણાવ્યું હતું કે અગાઉની સરકારમાં ખેડૂતો પાસેથી 18 ટકાના જેટલું ઉંચુ વ્યાજ વસુલવામાં આવતું હતું આજે આ સરકારે ખેડૂતોની ચિંતા કરી ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપે છે. આ ઉપરાંત ખેડુતોના પાક નુંકશાન માટે મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજનાનો અનેક ખેડુતનો લાભ મળી રહ્યો છે.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ,જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત સંલગ્ન અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડુત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા