કડીમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શહેરની 9 માંડવીની સ્થાપના કરી માતાજીની આરતી તેમજ પુજન અર્ચના કરવામાં આવ્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

— પ્રથમ નોરતે માતાજીની માંડવીની સ્થાપના કરાઈ :

ગરવી તાકાત મહેસાણા : ગુજરાતભરમાં લોકો જેની આતુરતાથી રાહ જોઈને બેઠા હોય એવું પર્વ એટલે કે નવરાત્રિ આજે નવરાત્રીના પ્રથમ દિવસે કડી શહેરના નગરજનોએ ભક્તિભાવથી માંડવીની સ્થાપના કરીને માતાજીની આરતી તેમજ પૂજન અર્ચન કરીને ગરબે ઝુમી ઉઠ્યાં હતાં તેમજ કડી શહેર  વિસ્તારમાં પોળો તેમજ શેરીઓમાં માતાજીની માંડવીની સ્થાપના કરીને ભક્તિભાવથી માતાજીની આરતી તેમજ પૂજા અર્ચના કરી હતી

— વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ માતાજીની માંડવીની સ્થાપના કરાઈ :

કડી શહેરી વિસ્તારમાં જૂની પોળો તેમજ શેરીઓમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીની માંડવીની પ્રાર્થના કરવામાં આવી હતી જેમ જેમ કડી શહેરનો વિકાસ થતો ગયો તેમ તેમ શેરીઓ તથા પોળોમાંથી લોકો સોસાયટીઓમાં તેમજ અન્ય જગ્યાએ વસવા લાગ્યા પરંતુ  કડી શહેરના તંબોળીવાસ, ભાવપુરા, મણિપુર, લુહાર કોઈ,છીપવાડ, પાડાપોળ,માંડવીની પોળ,દેસાઈ વાળો,ઝાપલી વાસમાં હજુ પણ વરસો જૂની પરંપરા મુજબ વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીની માંડવીની સ્થાપના કરવામાં આવી હતી

— માતાજીને સોના-ચાંદીના આભૂષણો ચઢાવવામાં આવ્યા :

કડી શહેરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ  નવ પોળો તથા શેરીઓની અંદર મંત્રોચ્ચાર સાથે માતાજીની માંડવીની સ્થાપના કરવામાં આવી હતી તેમજ માતાજીને સોના ચાંદીના અને શોળે શણગારે સજાવવામાં આવ્યાં હતાં પ્રથમ નોરતે માતાજીને થાળ તથા આરતી તેમજ પુજન અર્ચન કરવામાં આવ્યું હતું  જેમ જેમ કડીનો વિકાસ વિકાસ થતો ગયો તેમ તેમ પોળો અને શેરીઓ માંથી લોકો બહાર વસતા થયા પરંતુ આજે પ્રથમ નોરતે માંડવી તેમજ માતાજીના સ્થાપન સમયે માતાજીના દર્શન કરવા માટે અને આરતીનો લ્હાવો લેવા માટે અચૂક હાજર રહ્યાં હતા અને દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી

— વર્ષો જૂની પરંપરા હજુ પણ અકબંધ :

કડી શહેરમાં શેરીઓમાં તેમજ પોળોની અંદર આજે પણ વર્ષો જૂની પરંપરા હજુ પણ અકબંધ જોવા મળી રહી છે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અનેક માડવીઓ રંગબેરંગી કાગળ તેમજ વાસના લાકડાથી બનાવવામાં આવી છે તેમજ પોળો તેમજ શેરીઓની અંદર અનેક માંડવીયોમાં માતાજીના યંત્ર ની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી મલાવરાવ રાજા વખતથી ચાલી આવતી પરંપરા હજુ પણ કરી શહેરની શેરીઓ તેમજ મહોલ્લાઓમાં જોવા મળી રહ્યું છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.