ગરવી તાકાત પાટણ : પાટણ-સિદ્ધપુર હાઈવે પર ડેર ગામ નજીક રવિવારે સવારે એક રીક્ષા પલટી જતાં એક મહિલા મુસાફરનું મોત થયું રીક્ષાની સામે અચાનક નીલગાય આવી જતાં ચાલકે કાબૂ ગુમાવ્યો જેના કારણે આ અકસ્માત સર્જાયો આ ઘટનામાં અન્ય કેટલાક મુસાફરોને પણ ઈજા થઈ મૃતક મહિલાની ઓળખ સિદ્ધપુર તાલુકાના ખડીયાસણ ગામના દિનેશભાઈ વીરચંદભાઈ પટણીના પત્ની ભારતીબેન તરીકે થઈ દિનેશભાઈ, ભારતીબેન, તેમના ત્રણ બાળકો, દિનેશભાઈની બહેન ભાવનાબેન.
![]()
અને તેમની ત્રણ દીકરીઓ સિદ્ધપુરથી પાટણના મોતીસાવિસ્તારમાં ભાડે રાખેલા મકાનમાં રહેવા આવી રહ્યા. તેઓ સિદ્ધપુરની દેથળી ચોકડી ખાતેથી રીક્ષામાં નીકળ્યા આ અકસ્માત પાટણ-સિદ્ધપુર હાઈવે પર ડેર ગામના પાટિયાથી થોડે આગળ પાટણ તરફના માર્ગ પર બન્યો રીક્ષાની સામે અચાનક નીલગાય આવી રીક્ષા ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને રીક્ષા પલટી ખાઈ ગઈ રીક્ષા પલટી જતાં.

તેમાં બેઠેલા તમામ મુસાફરો નીચે પટકાયા અને તેમને ઈજાઓ પહોંચી.ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પાટણની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સારવાર દરમિયાન ભારતીબેનને ગંભીર ઈજાઓ થતાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા અન્ય ઈજાગ્રસ્ત બાળકોને સારવાર આપી રજા આપવામાં આવી આ બનાવ અંગે દિનેશભાઈ પટણીએ પાટણના બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.


