સાંથલ પોલીસે જાેટાણા-માંકણજ રોડ પરથી પ્રોહિબીશનમાં ફરાર આરોપીને પકડ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 21 – સાંથલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના નોંધાયેલા ત્રણ ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો હતો જે આરોપીને સાંથલ પોલીસની ટીમે જાેટાણા માંકણજ રોડ પર ઉભેલા આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધેકલ્યોં હતો. 
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી તથા નાયબ પોલીસ અધિક્ષક દેસાઇના માર્ગદર્શન હેઠળ સાંથલ પીએસઆઇ એ.કે.વાઘેલા, એએસઆઇ હસમુખભાઇ, મનુજી, સંજયકુમાર,ગૌરવકુમાર, સચિનકુમાર સહિતનો પોલીસ સ્ટાફ સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો
તે દરમિયાન મનુજીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સાંથલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ત્રણ ગુનામાં નાસતો ફરતો ફરાર આરોપી ઝાલા જયેન્દ્રસિંહ ઉર્ફે બકુલસિંહ રાજેન્દ્રસિંહ રહે. કટોસણ તા. જાેટાણાવાળો જાેટાણા માંકણજ રોડ ઉપર રાજીવનગર પાસે ઉભો છે જેના આધારે સાંથલ પીએસઆઇ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી આરોપીને કોર્ડન કરી ઝાલા જયેન્દ્રસિંહને ઝડપી પાડ્યોં હતો.


