ગરવી તાકાત મહેસાણા : શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી બહુચરાજી માતાજી મંદિરના આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.બહુચરાજીમાં યાત્રાળુઓની સગવડતા માટે 28 ઓગષ્ટ,ભાદરવા સુદ એકમ, રવિવારથી બહુચરાજી માતાજી મંદિર બહુચરાજી ખાતે સવારની આરતી 06-30 કલાકે,સાંજની આરતી 07-00 કલાકે અને દર્શનો સમય સવારના 05-00 કલાકથી રાત્રીના 09-00 કલાક સુધી રાખવામાં આવેલ છે, તેમ વહીવટદાર શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજીની અખબારી યાદીમાં જણાવાયુ છે.
બહુચરાજી માતાજીના મંદિરના આરતી તેમજ દર્શનના સમયમાં ફેરફાર કરાયો
