અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચુંટણીમાં AAPએ પોતાના 100 ઉમેદવારોની યાદી કરી જાહેર !

September 16, 2021
AAP Triranga Yatra

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ થઈ રહી છે. આ વચ્ચે ટિકિટ ફાળવણીને લઈને આમ આદમી પાર્ટીએ બાજી મારી લીધી છે. એક તરફ અન્ય પાર્ટીઓ ટિકિટ ફાળવણીને લઈને મંથન કરી રહી છે તો આમ આદમી પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના 100 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.

આમ આદમી પાર્ટી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરનાર પ્રથમ રાજકીય પાર્ટી બની ગઈ છે. પરંતુ આ આપના ઉમેદવાર ફાઇનલ નથી. આપ સાંસદ સંજય સિંહે કહ્યુ કે, કેટલાક ઉમેદવારોને બદલવામાં આવી શકે છે, જાે તે પાર્ટીની નીતિઓ અને કાર્યક્રમો અનુરૂપ નથી.

આ પણ વાાંચો – યુવાઓને આકર્ષિત કરવા, ગુજરાત AAP માં પ્રવિણ રામ અને નિખીલ સવાણી મહત્વપુર્ણ જવાબદારી સોપાઈ !

આપે લખનઉ, સીતાપુર, સુલતાનપુર, રામપુર, કાનપુર, પ્રયાગરાજ, હરદોઈ, ગાઝિયાબાદ, આગરા, અલીગઢ, અમેઠી, બહરાઈચ, બારા બાંકી, બલિયા સહિત અન્ય સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. રસપ્રદ વાત છે કે એકમાત્ર લખનઉમાં આપના બે ઉમેદવાર રાજીવ બખ્શી અને નદીમ અશરફ જાયસી પૂર્વ કોંગ્રેસી નેતા છે, જેણે પાછલા વર્ષે પાર્ટી છોડી હતી.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
1:26 am, Oct 31, 2024
temperature icon 26°C
clear sky
Humidity 41 %
Pressure 1011 mb
Wind 5 mph
Wind Gust Wind Gust: 5 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:45 am
Sunset Sunset: 6:02 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0