ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ, ભાજપથી લઈ આમ આદમી પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરી છે. એવામાં AAP દ્વારા પાર્ટી સંગઠનના વિસ્તરણ માટે કેટલીક નવી નિમણુકો કરવામાં આવી છે. જેમાં પાર્ટી નેતા પ્રવિણ રામ અને નિખીલ સવાણીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
આમ આદમી પાર્ટી દ્વારા મીશન 2022 અંતર્ગત નિમણુકો કરવામાં આવી છે. જેમાં પાર્ટીના યુવા નેતાઓને મહત્વપુર્ણ જવાબદારી સોંપાઈ છે. પ્રવિણ રામને ગુજરાત પ્રદેશ યુવા વિંગ પ્રમુખ તથા નિખીલ સવાણીને યુથ વિંગ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દરમ્યાન નેતા ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠીયા જેવા નેતા હાજર રહ્યા હતા.
તમને જણાવી દઈયે કે, કોરોનાની સેકન્ડ વેવ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ રાજ્યભરના વિસ્તારોમાં જન સંવેદના મુલાકાત કાર્યક્રમ અંતર્ગત લોકસંપર્ક કરી રહ્યા છે. જેમાં અત્યાર સુધી તેમની પાર્ટી સાથે મોટા પ્રમાણ લોકો સામેલ પણ થયા છે. જેથી આથી આગામી ચુંટણીમાં ત્રીપાંખીયો જંગ ખેલાય તેવુ રાજનીતિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે.