પાલનપુરમાં પાણી છોડવાની માંગને લઇને આપ કાર્યકર્તાઓની કરાઇ અટકાયત

April 30, 2022

ગરવી તાકાત પાલનપુર : સુજલામ સુફલામ પાણી છોડવાને લઈ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાના ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જે થકી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચાંગા પંપીંગ સ્ટેશન પર ધરણા કાર્યક્રમ કરવાના હતા. જોકે, ધરણા પ્રદર્શન શરૂ કરે તે પહેલા વહેલી સવારથી જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં સુજલામ સુફલામ થકી મોટાભાગના તાલુકાના ખેડૂતોને રાહત મળી હતી. જોકે, સુજલામ સુફલામમાં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોને પાણી માટે આંદોલન તરફ વળ્યા છે અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચાંગા પંપીંગ સ્ટેશન ખાતે સુજલામ્ સુફલામ્ પાણી છોડવા માટે ધરણા પ્રદર્શન કરવાના હતા. પરંતુ ધરણા પ્રદર્શન કરે તે પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના નેતા ભેમાભાઈ ચૌધરી અને નવીનભાઈ પટેલની વહેલી સવારથી જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0