વિસનગર તાલુકાના બાસણા નજીકના ખેંતરમાંથી યુવતિની લાશ ખેંતરમાં આવેલા મજુરી જોતાં ચોકી ગયો હતો
25 તારીખે યુવતી મહેસાણા મોલમાં સવારે નોકરી આવી હતી અને સાંજે ઘરે પરત ફરતાં ગૂમ થઇ ગઇ હતી
યુવતિ નોકરીથી પરત ફરતાં સાંજે તેની માતા અને બહેન સાથે ફોન પર વાત દરમિયાન ફોન બંધ થઇ ગયો હતો
બે દિવસથી યુવતિ ગૂમ થતાં પોલીસને જાણ કરી હતી પરંતુ આજે સવારે નગ્ન હાલતમાં યુવતિની લાશ મળી હતી
ગરવી તાકાત, મહેસાણા તા. 27- મહેસાણા ખાતે આવેલા મોલમાં નોકરી કરતી અને વિસનગર તાલુકાના વાલમ ગામે મોસાળમાં રહેતી રપ વર્ષિય યુવતિની નગ્ન હાલતમાં વિસનગર તાલુકાના બાસણા ગામમાં આવેલા એરંડાના ખેતરમાંથી લાશ મળતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. યુવતિની લાશને અમદાવાદ ફોરેન્સિક રીપોર્ટ માટે મોકલી અપાઇ છે. રીપોર્ટ બાદ પોલીસને જાણવા મળશે કે યુવતિ પર દુષ્કર્મ કરી હત્યા કરવામાં આવી છે કે કોઇ અન્ય કારણોસર હત્યા કરવામાં આવી છે ત્યારે હાલ પોલીસ હત્યારાનું પગેરું મેળવવાની દિશામાં તપાસ આદરી છે. 
પ્રાપ્ત થતાં એહવાલો મુજબ યુવતિ તા. 25મીના રોજ સવારે રાબેતા મુજબ નોકરી ગઇ હતી અને સાંજના સુમારે મહેસાણા મોલમાં પોતાની નોકરી પૂર્ણ કરી ઘરે વાલમ જવા નીકળી હતી. આ દરમિયાન યુવતિ તેની માતા અને બહેન સાથે ફોનમાં વાત કરી રહી હતી આ દરમિયાન યુવતિનો ફોન માતા અને બહેન સાથે વાત કરતાં દરમિયાન અચાનક સ્વીચ ઓફ થઇ ગયો હતો. આ દરમિયાન સાંજના મોડું થતાં યુવતિ ઘરે પહોંચી ન હતી જેને પગલે પરિવારજનોમાં કોઇ અઘટિત ઘટના બની હોવાનું જણાતાં ગામના સરપંચને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસમાં જાણ કરી હતી.
આ દરમિયાન આજે સવારે વિસનગર તાલુકાના બાસણા ગામની સીમમાં આવેલા એરંડાના ખેતરમાં એરંડા વીણવા ગયેલા મજૂરે યુવતિની નગ્ન હાલતમાં લાશ જોતાં ચોકી ગયો હતો અને તાત્કાલિક ખેંતરના માલિકને આ બાબતની જાણ કરતાં ખેંતરના માલિકે પોલીસનો સંપર્ક કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે તુરંત દોડી આવ્યોં હતો.
મહત્વનું છે કે, યુવતિની નગ્ન હાલતમાં મળેલી લાશને પગલે આસાપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે સોંપો પડી જવા પામ્યો છે. હત્યારાએ દુષ્કર્મ કરી હત્યા કરી લાશ અહીં ફેકી ગયો છે કે કોઇ અન્ય કારણોસર યુવતિની હત્યા કરવામાં આવી છે. યુવતિની જે સ્થળેથી લાશ મળી તે જ સ્થળે યુવતિની હત્યા કરી છે કે કોઇ અન્ય જગ્યાએ હત્યા કરી લાશ બાસણા ગામના એરંડાના ખેંતરમાં ફેકી ગયા છે. હત્યા પાછળ કોઇ દુશ્માનવટ છે કે પ્રેમ પ્રકરણ આ તમામ પાસાને આવરી લઇ પોલીસ તપાસ ચલાવી રહી છે. મહત્વનું છે કે મહેસાણા પોલીસતંત્ર આ ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખશે. યુવતિ સાથેના સંપર્કમાં રહેલા તમામની પુછપરછ દરમિયાન પોલીસ આ ગુનાનું પગેરું ઉકેલી દેશે.


