મેઘરજના બેડઝ પાટિયા પાસે પશુઓને ખવડાવવાનો ચારો લેવા ગયેલ યુવકને વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું…

February 4, 2026

ગરવી તાકાત મેઘરજ : મેઘરજના બેડઝ પાટિયા પાસે મંગળવારની વહેલી સવારે પશુઓને ખવડાવવાનો ચારો લેવા ગયેલ યુવકને વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું જ્યારે વીજ કરંટ લાગેલ યુવકને બચાવવાં જતાં તેના પિતરાઈ ભાઈને પણ વીજ કરંટ લાગતાં તેને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો મેઘરજમાં ખૂલ્લા રહેણાંક વિસ્તારમાં તંબુ બનાવીને રહેતો યુવક.

અરવલ્લીમાં પશુના ખોરાક માટે ઝાડ પર ચઢેલા યુવકને આવી રીતે મળ્યું મોત

અને તેનો પિતરાઈ ભાઈ ચારો પાડવા બનાવેલ લોખંડની આંકડી લઈને બેડઝ પાટિયા પાસે નર્સરી વિસ્તારમાં લીલો ચારો લેવા ગયા તે દરમિયાન અચાનક આંકડી ઉપર થઈને પસાર થતી 11 કે.વી. હાઈ વોલ્ટેજ લાઇનનો જીવંત વીજતારને અડકી જતાં યુવકને વીજ કરંટ લાગ્યો જેમાં તેના સાથે ગયેલ તેના પિતરાઈ ભાઈએ બચવવાનો પ્રયાસ કરતાં.

અરવલ્લી : બેડજ ગામની સીમમાં પશુઓ માટે પાલો પાડવા જતા વીજ કરંટથી યુવાનનું મોત,  એક ઈજાગ્રસ્ત - Vatsalyam Samachar

તેને પણ વીજ કરંટ લાગતાં તેને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાયો જ્યારે ઘટનાસ્થળે વીજ કરંટથી મૃત્યુ પામેલ ભાવેશ ભાલાજી મીર (24)નું મોત થતાં પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી અને પરિવારજનોમાં આક્રંદ છવાયો આ ઘટના અંગે મેઘરજ પોલીસને જાણ કરાતાં મેઘરજ પોલીસ અને UGVCl ના ઈજનેર અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0