ગરવી તાકાત. મેહસાણા
મહેસાણામાં માનવ આશ્રમ ચોકડી પાસે એક યુવક પર જીવલેણ હુમલો થયો છે. રાહુલ ચૌધરી નામના યુવક પર પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો. રાત્રે આશરે 8:30 વાગ્યે રાહુલ પોતાની સેન્ટ્રો કાર લઈને માનવઆશ્રમ ચોકડી પાસે ચા પીવા રોકાયો હતો. આ દરમિયાન વિષ્ણુ ઉર્ફે બચ્ચન ચૌધરી, અભિષેક બારોટ અને ગૌતમ ઉર્ફે ગટો એક્ટિવા પર આવ્યા હતા. વિષ્ણુએ રાહુલની કારનો દરવાજો ખોલી તેને મોઢા પર મુક્કો માર્યો હતો. અભિષેક અને ગૌતમે કારનો દરવાજો જોરથી ખખડાવ્યો હતો.
રાહુલ બહાર નીકળ્યો ત્યારે અનિલ પ્રજાપતિ અને વિષ્ણુએ તેને પકડી રાખ્યો હતો. એ જ સમયે વિકાસ ચૌધરી નામનો શખ્સ દોડતો આવ્યો અને તેણે છરી વડે રાહુલના પેટમાં હુમલો કર્યો હતો. બચાવમાં રાહુલનો ડાબો હાથ વચ્ચે આવતા તેના હાથ પર પણ ઈજા થઈ હતી. આસપાસના લોકો આવી જતાં આરોપીઓ ભાગી ગયા હતા. રાહુલના મિત્ર હિતેન્દ્રસિંહ ઝાલાએ તેને પ્રથમ લાયન્સ હોસ્પિટલમાં અને ત્યારબાદ દીપ આઈસીયુમાં દાખલ કર્યો છે. ડૉક્ટરોએ પેટની ગંભીર ઈજાને કારણે ઓપરેશનની જરૂરિયાત જણાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ બનાવનુ મુખ્ય કારણ ફરિયાદી એ જણાવ્યું કે આજથી ત્રણ માસ અગાઉ ઠાકોર સુનીલભાઈ પાસેથી રૂ.40000 તેમની બલેનો ગાડી મે ગીરવે લીધેલ હતી, જે બલેનો ગાડી મે મારા મિત્ર વિકાશભાઈ રામજીભાઈ ચૌધરી ને ગાડી વાપરવા માટે આપેલ હતી અને મને ચારથી પાંચ દિવસ અગાઉ જાણવા મળેલ કે આ ગાડી વિષ્ણુભાઈ રબારી ને રૂ.1,50000 માં ચૌધરી વિકાશભાઈ એ બારોબાર ગીરવે આપેલ હોય જેથી મે આ ચોધરી વિકાશભાઈ પાસેથી આ મારી બલેનો ગાડી પરત માગતાં તેની અદાવત રાખી આ ઉપરોકત પાંચેય ઇસમો એક સંપ થઇ હુમલો કર્યો હતો